Breaking News:અમદાવાદમા આજ રોજ રાતના આશરે 11:00 વાગ્યે ગોમતીપુર વોર્ડના કુકડા સર્કલ પાસે રખ્યાલ રોડ ખાતે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. જીજે 01 જેટી 3155 નંબરની AMTS BRTS ઈલેક્ટ્રિક બસ, જે પુરજોશે આવી રહી હતી, એ રોડ ડિવાઈડર ઉપર ચડી જઈ હદથી વધુ સ્પીડમાં થોડી ક્ષણોમાં સામે તરફથી આવતી ઓટો રિક્ષાને અડફેટમાં લેતા ભીષણ અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં અંદાજે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાં એક વ્યક્તિ વિનોદભાઈ (ઉ. વ. અંદાજે 50 વર્ષ), નિવાસી વિરાટ નગર, પદ્મશાલી સોસાયટી, ઓઢવનો પણ સમાવેશ થાય છે. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી AMTS BRTSના ડ્રાઈવરો દ્વારા બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અગાઉ પણ લેખિતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તથા મહિનામાં મળતી સભા બોર્ડ માં પણ અનેક વખતે ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં ડ્રાઈવરશીપીમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જે અત્યંત ગંભીર બાબત છે.
આ દુર્ઘટનાની માહિતીને પગલે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા તાત્કાલિક આ મામલાની જાણ કમિશનર તેમજ AMTSના જવાબદાર અધિકારીઓને કરાઈ છે તથા જરૂરી પગલાં લેવા માંગ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
