Chhota Udepur News/ બોડેલીના પ્રજાપતિ તેમજ કુંભાર સમુદાયના કારીગરોએ પેઢીથી માટી સાથેનો અતૂટ નાતો જાળવી રાખ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવોની અપીલ સાથે બોડેલીનાં બજારોમાં સ્વદેશી દીવડાનું ધુમ વેચાણ….

Gujarat Others

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી વિસ્તારમાં હાથ બનાવટનાં સ્વદેશી દીવડા ઓનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવો અને વોકલ ફોર લોકલ ની અપીલ કરી છે, ત્યારે આ અપીલનો સીધો પ્રભાવ ગામડાઓ અને નગરોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. બોડેલીના કારીગરો વર્ષોથી માટીમાંથી બનેલા દીવડાઓ, ઘોડાઓ અને અન્ય હાથ બનાવટની વસ્તુઓ તૈયાર કરી આ પર્વ દરમિયાન વેચાણ કરે છે, જે હવે સ્થાનિક સ્વદેશી ઉત્સવનું પ્રતિક બની ચૂક્યું છે.

જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કુંભારવાડા વિસ્તારમાં રહેનારા પ્રજાપતિ તેમજ કુંભાર સમુદાયના કારીગરો પેઢીથી માટી સાથેનો અતૂટ નાતો જાળવી રાખ્યો છે. દિવાળીના પર્વની શરૂઆત થતાં જ આ કારીગરો પોતાના ઘરઆંગણે માટીમાંથી વિવિધ પ્રકારના હાથ બનાવટનાં દીવડાં, માટલાં, કૂંડા, ઘોડા અને સુશોભન સામાન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ જાય છે.દિવાળીના પર્વ દરમિયાન ખાસ કરીને ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલીના દિવસોમાં બોડેલીના બજારમાં આ સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાંથી લોકો આ હસ્તકલા ઉત્પાદનો ખરીદી પોતાના ઘરોને પ્રકાશિત કરે છે.

આ કારીગરોનું માનવું છે કે છેલ્લા થોડા વર્ષોથી ચીનના દીવડા અને લાઇટિંગ સામાન સામે કઠોર સ્પર્ધા હોવા છતાં, લોકો હવે ફરીથી સ્વદેશી વસ્તુઓ તરફ વળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મેક ઇન ઈન્ડિયા અને સ્વદેશી અપનાવાની અપીલને કારણે લોકોને હાથ બનાવટની વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ અને આકર્ષણ વધ્યું છે.

કુંભાર કારીગરો જણાવે છે કે તેઓ વર્ષભર આ કારગરીમાં પરોવાયેલા રહે છે, પરંતુ દિવાળીના દિવસોમાં તેમની આવકમાં વધારો થાય છે. હાથ બનાવટના દીવડા દીઠ 5 થી 20 રૂપિયે વેચાય છે, અને મોટાપાયે થોક ખરીદી પણ થાય છે.

કેટલાક યુવાન કારીગરો હવે આજના ડિજિટલ યુગ ને અનુસરીને પરંપરાગત માટીના દીવડાઓને આધુનિક રંગો અને ડિઝાઇન થી શણગારતા જોવા મળે છે. તે કારણે સ્વદેશી ઉત્પાદનને નવી ઓળખ અને નવી પેઢી તરફથી પ્રોત્સાહન મળતું થયું છે.

બોડેલીના બજારમાં દીવડા અને માટલાં વેચતા વેપારીઓ જણાવે છે કે આ વર્ષે ઘરાકી ખૂબ સારી રહી છે. દિવાળીની ખરીદી માટે લોકો વહેલી તકે બજારમાં આવી રહ્યા છે, જેના કારણે કારીગરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.આ સાથે જ બોડેલીમાં માટીના બનેલા ઘોડા, તથા ઘર સજાવટની વસ્તુઓનું પણ સારુ વેચાણ થઈ રહ્યું છે. હાથ બનાવટનાં આ દીવડાઓ માત્ર પ્રકાશ નથી ફેલાવતા — પરંતુ આદિવાસી અને ગ્રામ્ય કારીગરોના જીવનમાં આશાનો દિપક પ્રગટાવે છે પીએમ મોદીની અપીલ અને લોકો દ્વારા સ્વદેશી અપનાવવાથી સ્થાનિક હસ્તકલા ઉદ્યોગને નવી ઊર્જા મળી છે.

સુલેમાન ખત્રી : છોટાઉદેપુર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં બે મહિલાઓ વચ્ચે મારામારી

આ પણ વાંચો:છોટાઉદેપુરના 27 કારીગરોને અમદાવાદમાં તાલીમ આપી સંખેડાની હસ્તકલાને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન નવી દિશા આપી રહ્યા છે

આ પણ વાંચો:છોટાઉદેપુરના મોટી સઢલી ખાતે રોષ, તૂટી ગયેલા માર્ગ મુદ્દે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ