Sabarkantha News/ ઈડર તાલુકાના મહિલા Cluster Coordinator સહિત બે જણા લાંચ લેતા ઝડપાયા

બિલો મંજુર કરવા 1.25 લાખની લાંચ લેતા ACBની જાળમાં ફસાયા, એક આરોપી ફરાર

Gujarat Others
કન્સ્ટ્રક્શન કામના બિલ મંજુર કરવા

Sabarkantha News : ઈડરમાં ખારકુવાના કન્સ્ટ્રક્શન કામના બિલ મંજુર કરવા માટે રૂ,1,25,000ની લાંચ લેતા ઈડર તાલુકા પંચાયતના ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત) જીન્નતબેન રોનકકુમાર પટેલ તથા Cluster Coordinator, (કરાર આધારિત) કમલકુમાર નારાયણદાસ પટેલની ACB (એન્ટી કર્પ્શન બ્યુરો)એ ધરપકડ કરી હતી. જ્યારે કોઓર્ડીનેટર, (કરાર આધારિત) મેહુલકુમાર મુળાભાઇ રાઠોડ સ્થળ પર હાજર ન મળતા તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બિલો મંજુર કરવા લાંચ માંગી

આ કેસની વિગત મુજબ ફરિયાદી ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ વગેરે ગામોમાં સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું. જેના બીલો મંજુર કરવા માટેની પ્રક્રિયામાં આરોપીઓએ બિલની રકમના 12% મુજબ કુલ રકમ રૂ. 1,25,000 ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હવાથી ACBનો સંપર્ક કર્યો હતો.

જેમાં ઈડર તાલુકા પંચાયતમાં ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી કમલકુમાર પટેલ અને જીન્નતબેન આર.પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. .જ્યારે મેહુલકુમાર મુળાભાઇ રાઠોડ સ્થળ પર હાજર ન મળતા તેની વિરૂધ્ધ ગુનો નોંઘવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ખેડા ACBએ 2021ની લાંચની ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

આ પણ વાંચો : વલસાડમાં શાસક પક્ષના મહિલા સભ્યના પતિ પર લાંચના આરોપથી સન્નાટો

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં લાંચકાંડનો ખુલાસો, કપડવંજ ગામ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ACBનો ગુનો નોંધ્યો