Rajkot News : GST નંબર મેળવી આપવાના બદલામાં રૂ.3000 ની લાંચ માંગનારા રાજકોટના આસિસ્ટંટ જીએસટી કમિશનર ભરત શામજીભાઈ સુરેલીયા સામે ACB એ લાંચ બાબતે ગુનો નોંધ્યો છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદીના ગ્રાહકના કારખાનાના GST નંબર મેળવવા સારૂ આરોપી ભરત શામજીભાઈ સુરેલીયા, સહાયક રાજય વેરા કમિશનર, વર્ગ-1 રાજકોટે ફરીયાદી પાસે GST નંબર મેળવી આપવાના અવેજ પેટે રૂ.3,000 લાંચ ની માંગણી કરી હતી.
આમ અનુચીત લાભ મેળવવા, પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી હતી. જેને પગલે ACBએ ગુનો નોંધ્યો હતો.
