Not Set/ સતત વધી રહેલ કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા CM રૂપાણી આજે સુરતમાં

ગુજરાત રાજ્ય મુંખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાત છે. સુરતમાં વધતી જતી પરિસ્થિતીને તાગ મેળવવા માટે મુખ્યમંત્રી સુરતની મુલાકાતે જવાના છે. સીએમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તથા મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે.  ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા દિવસથી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ સુરતમાં જ છે. […]

Gujarat Surat

ગુજરાત રાજ્ય મુંખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાત છે. સુરતમાં વધતી જતી પરિસ્થિતીને તાગ મેળવવા માટે મુખ્યમંત્રી સુરતની મુલાકાતે જવાના છે. સીએમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તથા મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા દિવસથી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ સુરતમાં જ છે. આપને જણાવી દઈએ કે સુરત સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 248 કેસ કોરોના પોઝિટિવ કેસ છે. સુરતમાં 190 અને જિલ્લામાં 58 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં 693 કેસ કોરોના પોઝિટિવ છે. આ સાથે સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5274 પર પહોંચીગ ગઈ છે. 

મહત્વનું છે કે સુરત એરપોર્ટ પર ખાતે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. cm રૂપાણી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે મુલાકાત કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.