Rajkot News : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આવતી કાલે તા.૨૫ મી જુલાઈ, ૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે.મંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૮.૩૦ કલાકથી સવારે ૯.૦૦ કલાક સુધી સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને એડવોકેટ્સ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ મંત્રીની અધ્યક્ષતામાં સવારે ૦૯.૧૦ કલાકથી ૯.૩૦ કલાક દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યના વિવિધ પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત, મંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૯.૪૫ કલાકથી સવારે ૧૦.૩૦ કલાક સુધી આત્મીય યુનિવર્સિટી ખાતે CAA અંતર્ગત ૧૮૧ અરજદારોને નાગરીકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ મંત્રીની અધ્યક્ષતામાં સવારે ૧૦.૪૦ કલાકથી સવારે ૧૧.૪૦ કલાક સુધી પોલીસ કમિશનરની કચેરી ખાતે લોકદરબાર યોજાશે.
તેમજ મંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧.૪૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક સુધી પોલીસ કમિશનરની કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યઓ તથા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે.
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છ LCB એ મિરઝાપુરમાંથી આધાર પ્રમાણપત્ર વિના ચોખા ભરેલા ગોદામને સીલ કર્યું
આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં કેબલ ચોરીની ઘટનામાં ત્રણ ઝડપાયા, 60 કિગ્રા કોપર કેબલ સાથે બાઇક જપ્ત
