Amreli News/ બગસરા પાલિકાના વેરા વધારા મામલે ચેમ્બર્સ ઓફ કોમર્સનું 31 ડિસેમ્બરે બંધનું એલાન

અમરેલીમાં બગસરા નગરપાલિકાએ વેરામાં ધરખમ વધારો કરતા આવતીકાલે 31 ડિસેમ્બરના શહેર બંધનું એલાન અપાયું.

Top Stories Gujarat Others

Amreli News: અમરેલીમાં બગસરા નગરપાલિકાએ વેરામાં ધરખમ વધારો કરતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. બગસરા પાલિકાએ પાણી વેરામાં બેફામ વધારવા મામલે આવતીકાલે 31 ડિસેમ્બરના શહેર બંધનું એલાન અપાયું. નગરજનો પર દરવર્ષે 700 રુપિયાનો વેરાબોજ ઝીંકવા પર લોકો રોષે ભરાયા છે. જયારે વેરા વધારા મામલે નબળી આર્થિક સ્થિતિનું બહાનું ધરી વેરામાં વધારો કરાયા હોવાનું કારણ આપવામાં આવ્યું.

ચેમ્બર્સ ઓફ કોમર્સ બગસરા પાલિકા સામે વેરા મામલે મેદાને પડી છે. આવતીકાલ 31 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલ બંધના એલાનમાં હવે માર્કેટિંગ યાર્ડ ઉપરાંત અન્ય સંસ્થાઓ પણ જોડાઈ છે. ગત રોજ માર્કેટિંગ યાર્ડ બંધને સમર્થન અપાયું હતું અને હવે આ લડતમાં કરિયાણા એસો.વેપારી મંડળ, પાન મસાલા એસો., દરજી એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પણ જોડાયા છે. આ સંસ્થાઓ દ્વારા બંધને વધુ સારો પ્રતિસાદ મળે માટે દુકાન ખોલવા પર રૂ.1 હજારના દંડનો ઠરાવ પસાર કર્યો છે. પાલિકા સામે વેરા મામલાના લડતમાં વિરોધનો વંટોળ ક્યાં પહોંચશે..? તે તો આવતીકાલે જ ખબર પડશે.

દરવર્ષે પાલિકા દ્વારા શહેરીજનો પર જુદા-જુદા વેરા નાખી કુલ રૂ.700ના વધારો કરવામાં આવતો હોય છે. તેની સામે શહેરીજનોની આવકમાં વધારો થતો નથી. વધુ પડતો વેરાબોજ ચૂકવવો શહેરીજનો માટે વધુ મુશ્કેલ બન્યો છે. પાલિકાના વેરા વધારા મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી. છતાં પણ કોઈ હલ ના નીકળતા આખરે શહેર બંધનું એલાન આપ્યું. જો વધુ પડતો વેરો પાછો ખેંચવામાં નહી આવે તો આગામી દિવસોમાં આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીમકી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી