theft/ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી જીવનદાન આપતી તેમજ ગુજરાત સરકાર તરફથી મફત સેવા પૂરી પાડતી એમ્બ્યુલન્સની ચોરી થતાં હોસ્પિટલ તંત્ર,……

Top Stories Gujarat
Beginners guide to 81 1 હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

Himmatnagar News:  હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મફત સેવા આપતી એમ્બ્યુલન્સની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના પાર્કિંગમાંથી અજાણ્યા ઈસમે ગણતરીની મિનિટોમાં 10 લાખની એમ્બ્યુલન્સની ચોરી કરતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી જીવનદાન આપતી તેમજ ગુજરાત સરકાર તરફથી મફત સેવા પૂરી પાડતી એમ્બ્યુલન્સની ચોરી થતાં હોસ્પિટલ તંત્ર, સ્ટાફ તેમજ લોકોમાં ચકચાર મચવા પામી છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ગોઠવેલી એમ્બ્યુલન્સની અજાણ્યા ઈસમે 15 મિનિટમાં જ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ હોસ્પિટલને થતાં હિંમતનગર પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે અજાણ્યો ઈસમ ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની ચોરી નાસી ગયો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 10 લાખની એમ્બ્યુલન્સની ચોરી થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં લોકોના માલમત્તાની સુરક્ષાને લઈ પ્રશ્નો થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર