Not Set/ ભોપાલ રેલ્વે સ્ટેશન પર સર્જાયો મોટો અકસ્માત, ફૂટ ઓવરબ્રીજની સીડી થઇ ધરાશાયી

ભોપાલ રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત સર્જાયો છે. પ્લેટફોર્મ નંબર 2 પર ફૂટ ઓવરબ્રીજની સીડી ધરાશાયી થઇ ગઈ છે. સીડીના કાટમાળમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના […]

Top Stories India

ભોપાલ રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત સર્જાયો છે. પ્લેટફોર્મ નંબર 2 પર ફૂટ ઓવરબ્રીજની સીડી ધરાશાયી થઇ ગઈ છે. સીડીના કાટમાળમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરોને ત્યાંથી હટાવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે રેલ્વે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના સ્ટેશનથી ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.