Rajkot News/ દક્ષિણીની હત્યા કેસઃ રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3ને આજીવન કેદ

રાજકોટ સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં મિલના માલિક સમીર શાહ સહિત 3ને આજીવન કેદ સજા ફટકારી કરવામાં આવી.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટની સેશન્સ કોર્ટે પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને આજીવન કેદની સજા ફટકારી છે. આ સજા તેમને ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાના કેસમાં ફટકારવામાં આવી છે. કોર્ટે સમીર શાહ ઉપરાંત સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ક્રિપાલસિંહ ચુડાસમાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટીમેન ક્રિપાલસિંહ લાવ્યો હતો. સમીર શાહને આ પ્રકરણમાં મદદગારી કરનાર અને આ ઘટના બાદ ફરાર થઈ ચૂકેલા ઓઇલ મિલના સિક્યુરિટી મેન ક્રિપાલસિહને પકડવા માટે તેના નિવાસસ્થાન ધંધુકાના ઉચડી ગામે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો. ત્યારબાદ બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી રોડ જકાતનકા નજીકથી ક્રીપાલસિહને દબોચી લીધો હતો.

તેની પૂછતાછ કરતાં તે પોતે આટલો સમય જુદી જુદી ધાર્મિક જગ્યાઓ તેમજ તેના ઘરે રહ્યો હોવાની કબૂલાત આપી હતી. મૃતક દિનેશ દક્ષિણીને પોતે જ સમીર શાહના કહેવાથી રાજકોટ લઈને આવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી. આ કેસમાં એક આરોપી પોલીસ કોન્સટેબલ યોગેશ ભટ્ટ પણ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.જેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

2016 ફેબ્રુઆરીમાં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના ઇશારે મિલના મેનેજર સમીર ગાંધી સહિત બે શખ્સે અમદાવાદ બ્રાન્સના મેનેજર દિનેશભાઇ દક્ષિણીનું અપહરણ કરી લાવ્યા હતાં. બે દિવસ સુધી મિલમાં ગોંધી રાખી ઢોરમાર માર્યા બાદ બેડીપરા પોલીસ ચોકીના સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટને હવાલે કરવામાં આવ્યા હતાં. યોગેશ ભટ્ટે પણ દિનેશભાઇને એકાદ કલાક સુધી લાકડીઓ ફટકારતાં દિનેશભાઇ ચોકીમાં બેભાન થઇ ગયા હતા અને તેમનું મૃત્યું નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આ કેસમાં ગુનો નોંધાતા યોગેશ ભટ્ટની ધરપકડ થઇ હતી અને તેણે એક વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે કેસમાં તેનો નિર્દોષ છુટકારો થયો હતો. બીજીબાજુ દિનેશભાઇ દક્ષિણીનું અપહરણ અને હત્યા જેના ઇશારે થયું તે રાજમોતી મિલનો માલિક સમીર શાહ પણ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સમીર શાહ ગુજરાત બહાર હોવાની હકીકત મળતાં પોલીસની એક ટુકડી રાજ્ય બહાર પણ દોડી ગઇ હતી. પોલીસે સમીર શાહના ઘરે તપાસ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. તેનો મોબાઇલ પણ સ્વિચઓફ હોઇ લોકેશન મળતું નહોતું. સમીર શાહ દેશ છોડીને જતો રહે તેવી સંભાવના લાગતાં પોલીસે લૂક આઉટ નોટિસ પણ જારી કરી હતી. ઉલ્લેખનીય છે કે સમીર શાહને અગાઉ પણ રૂ. 65 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા પડી હતી.

@DHRUV KUNDEL, RAJKOT


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા