Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)ના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેને લઈ 2022માં ફરિયાદ નોંધાયા બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલોની દલીલોના આધારે કોર્ટે ચુકાદો આપ્યો છે.
માહિતી મુજબ દુષ્કર્મના આરોપીએ અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા કોર્ટમાં જમા કરાવ્યા બાદ અદાલતે આરોપીને આજીવન સજા ફટકારી છે તેમજ રૂપિયા 50000નો દંડ ફટકાર્યો છે.
પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલતો હતો. જ્યાં આરોપી મોતીભાઈ ચૌહાણ નામના આરોપીએ ફૂલ જેવી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. કૃત્ય આચરી ફરાર થઈ ગયો હતો. દીકરીનો પરિવાર જે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.
આ પણ વાંચો:નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર
આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો:તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં