Ahmedabad city/ Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

અમદાવાદને 21મી સદીમાં લાવનાર તેના સમૃદ્ધ કાપડ ઉદ્યોગ માટે તેને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર નવરાત્રિ દરમિયાન તેની ભવ્યતા અને સૌથી મોટી ઉજવણી માટે જાણીતું છે.

Top Stories Gujarat
Beginners guide to 79 1 Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

Ahmedabad News: આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે. ઈ.સ. 1411માં માણેક બુર્જ પાસ પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર એ ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાયેલું છે, સાબરમતી નદી શહેરનું વિભાજન કરતી જોવા મળી છે.

13 Things Ahmedabad is Famous For | What Ahmedabad is Famous For | Treebo Blogs

કહેવાય છે કે આ શહેર હંમેશા સમયની સાથે ચાલ્યું આવ્યું છે. અમદાવાદ જેટલું આધુનિક  અને વિકસિત છે તેનો ઈતિહાસ પણ એટલો જ વિશાળ છે. ઈતિહાસમાં ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ,દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.  આઝાદીની ચળવળમાં અમદાવાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ શાસન વિરુદ્ધ મહાત્મા ગાંધીના અભિયાનને કારણે આ શહેર ઘણા મોટા કાર્યક્રમો અને સંઘર્ષોનું સાક્ષી બન્યું હતું. સાબરમતી નદી પર આવેલ બાપુના આશ્રમને કારણે આજે એક મુખ્ય માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખાય છે. મહાત્મા ગાંધી લાંબા સમય સુધી સાબરમતી આશ્રમમાં રહ્યા.

Siddi Sayed Mosque

અમદાવાદને 21મી સદીમાં લાવનાર તેના સમૃદ્ધ કાપડ ઉદ્યોગ માટે તેને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર નવરાત્રિ દરમિયાન તેની ભવ્યતા અને સૌથી મોટી ઉજવણી માટે જાણીતું છે.

About Ahmedabad Textile Industry's Research Association (ATIRA)

ATIRA

Space Applications Centre (SAC)

ISRO (SAC) Ahmedabad

અમદાવાદમાં અનેક ઐતિહાસિક ઈમારતો છે, રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદ શહેરના નવા લેન્ડમાર્ક બન્યા છે. પરંતુ મોટેરામાં નવા યુગમાં બનેલું ક્રિકેટ સ્ટેડિયમ તેનું સૌથી મોટું ગૌરવ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. IIM અમદાવાદ ઈન્સ્ટીટ્યુટ, ઈસરોની સંસ્થા, અટીરા વગેરે શહેરનું ગૌરવ છે.

Hutheesing Jain Temple - The Jain Heritage | Travel Safar aur Hum

અમદાવાદ શહેરની સ્થાપના અંગે ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરૂ શેખઅહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગી. ત્યારે તેમણે કહ્યું તમને ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos