Not Set/ SBI, HDFC , ICICI, એક્સિસ જેવા ઘણાં બેન્ક ગ્રાહકોને 1 એપ્રિલથી થઇ શકે છે આ પ્રોબ્લેમ, રહો સાવધાન

ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણે (TRAI) શુક્રવારે 40 કંપનીઓ, બેન્કો વગેરેનું લિસ્ટ જાહેર કર્યું છે જે તેમના નવીનતમ SMS નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

Top Stories Business
mobile apps banking big SBI, HDFC , ICICI, એક્સિસ જેવા ઘણાં બેન્ક ગ્રાહકોને 1 એપ્રિલથી થઇ શકે છે આ પ્રોબ્લેમ, રહો સાવધાન

જો તમે HDFC બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક (SBI),  ICICI જેવા બેન્કોના ગ્રાહક છો તો 1 એપ્રિલ એટલે કે ગુરુવારથી તમને ઓટીપી પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે તમારે સચેત રહેવું જોઇએ.

ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણે (TRAI) શુક્રવારે 40 કંપનીઓ, બેન્કો વગેરેનું લિસ્ટ જાહેર કર્યું છે જે તેમના નવીનતમ SMS નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

આ છે ડિફૉલ્ટર સંસ્થાઓ 

આમાં SBI, HDFC બેન્ક, ICICI બેન્ક ઉપરાંત એલઆઇસી, એક્સિસ બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, એન્જલ બ્રોકિંગ, બંધન બેન્ક, બીઓબી, બીઓઆઇ, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેન્ક, ફ્લિપકાર્ટ, ડેલ્હીવેરી, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, યૂનિયન બેન્ક જેવી મુખ્ય સંસ્થાઓ પણ સામેલ છે.

શું કહ્યું ટ્રાઇએ

ટ્રાઇએ કહ્યું કે સંસ્થાઓ અનિવાર્ય પેરામીટર જેવા કન્ટેન્ટ ટેમ્પ્લેટ આઇડી,  પીઆઇડી વગેરેનું પાલન નથી રહી રહી,  એટલા માટે તેને વધારે છૂટ ન આપી શકાય. એટલે જો આ કંપનીઓ આજકાલમાં કોઇ ઇમરજન્સી પગલું નહીં ભરે તો તેમના ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઇ-મેલ પર ઓટીપી મળવાનું બંધ થઇ શકે છે.

ટ્રાઇ વર્ષ 2018થી જ વણજોઇતા કૉલ, એસએમએસને રોકવાની વ્યવસ્થા લાગુ કરવાની કોશિશ કરી રહી છે અને હવે તેણે ચેતવણી આપી છે કે સંસ્થાઓને વધુ સમય ન આપી શકાય.

ફ્રોડ રોકવા માટેની વ્યવસ્થા

હકીકતમાં વણજોઇતા કૉલ અને એસએમએસ રોકવા માટે ટ્રાઇએ આ વ્યવસ્થા બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતુષ્ટ કરવા માટે ટ્રાઇ દ્ધારા નક્કી ફોર્મેટમાં જ એસએમએસ મોકલો.  આની પાછળનું મુખ્ય કારણ સામાન્ય લોકોને ખોટા એસએમએસથી થનારા ફિશિંગ જેવા સાયબ્રર ક્રાઇમ રોકવાથી બચાવવાનું છે.