Not Set/ જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર સમયે રાજકોટમાં દેશી હથિયારના કારોબારી ગેંગનો ભાંડો ફૂટ્યો

રાજકોટ, જન્માષ્ટમીના તહેવારોની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાંથી દેશી તમંચા, રિવોલ્વર સપ્લાય કરતા હથિયારોની ગેંગ ઝડપાઈ હતી. આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, ગોંડલ રોડ પરથી 3 તમંચા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. જેને પગલે ધટનાસ્થળે જ તેની આકરી પુછપરછ કરતા ફક્ત તે એક માણસ નહી પરંતુ સમગ્ર ગેંગ […]

Top Stories Rajkot
jkfhhjhf જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર સમયે રાજકોટમાં દેશી હથિયારના કારોબારી ગેંગનો ભાંડો ફૂટ્યો

રાજકોટ,

જન્માષ્ટમીના તહેવારોની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાંથી દેશી તમંચા, રિવોલ્વર સપ્લાય કરતા હથિયારોની ગેંગ ઝડપાઈ હતી.

આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, ગોંડલ રોડ પરથી 3 તમંચા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. જેને પગલે ધટનાસ્થળે જ તેની આકરી પુછપરછ કરતા ફક્ત તે એક માણસ નહી પરંતુ સમગ્ર ગેંગ આમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

આથી એસઓજીની ટીમે કાર્યવાહી કરતા અન્ય ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને સામાનની તપાસ કરી હતી. જેમાં પોલીસે કુલ 7 દેશી તમંચા, 7 દેશી પિસ્તોલ અને 1 દેશી રિવોલ્વર તથા 16 કારતૂસ તેમજ 5 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1 લાખ 19 હજાર 100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Weapons in Rajkot
પોલીસ દ્વારા પકડવામાં આવેલો હથિયારોનો મુદ્દામાલ

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ઘરી છે. જેમા હથિયારો કોને વેચ્યા છે કોણ ખરીદે છે તે અંગે પુછપરછ કરવામા આવશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ગેંગનું નેટવર્ક ફેલાયેલું હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.