Not Set/ નહેર ખોદીને કતારને અલગ કરશે સાઉદી અરબ ….?

સાઉદી અરબે પોતાના પાડોસી દેશ કતાર ને અલગ કરવા માટે એક નહેર ખોદવાની યોજના બનાવી છે. ખાડી દેશના એક અધિકારીએ જણાવ્યું કે આના દ્વારા કતારને એક મહાદ્વીપ બનાવવાની યોજના છે, જેથી એનો સાઉદી અરબ સાથે કોઈ જમીની સંપર્ક ના રહે. જણાવી દઈએ કે સાઉદી અરબ, યુએઈ અને બહેરીનને કતાર સાથે છેલ્લા 14 મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો […]

Top Stories World
Saudi Arabia Qatar નહેર ખોદીને કતારને અલગ કરશે સાઉદી અરબ ....?

સાઉદી અરબે પોતાના પાડોસી દેશ કતાર ને અલગ કરવા માટે એક નહેર ખોદવાની યોજના બનાવી છે. ખાડી દેશના એક અધિકારીએ જણાવ્યું કે આના દ્વારા કતારને એક મહાદ્વીપ બનાવવાની યોજના છે, જેથી એનો સાઉદી અરબ સાથે કોઈ જમીની સંપર્ક ના રહે. જણાવી દઈએ કે સાઉદી અરબ, યુએઈ અને બહેરીનને કતાર સાથે છેલ્લા 14 મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આ ત્રણે દેશોએ કતારની સાથે એમના સંબંધો પૂર્ણ કરી દીધા છે.

સાઉદી અરબના પ્રિન્સ મોહંમદ બિન સલમાનના સિનિયર એડવાઈઝર સાઉદી અલ-કહતાનીએ કહ્યું કે મને સાલ્વા આઇલેન્ડ પ્રોજેક્ટ લાગુ થવાની રાહ છે. આ એક મહાન પ્રોજેક્ટ છે. આ ઐતિહાસિક પરિયોજનાથી વિસ્તારનું ભૂગોળ બદલાઈ જશે. જો સાઉદી અરબના આ પ્રોજેક્ટ પર કામ પૂરું થઇ જશે તો કતાર સાઉદી જમીનથી અલગ થઇ જશે.

1011376 e1535811918939 નહેર ખોદીને કતારને અલગ કરશે સાઉદી અરબ ....?

સાઉદી, યુએઈ, બહેરીન અને ઇજિપ્તે જૂન, 2017માં કતાર સાથે એમના કૂટનીતિક સંબંધ સમાપ્ત કરી દીધા હતા. આ ચારે દેશોએ કતાર પર આરોપ લગાવ્યો હતો કે તે આતંકવાદનું સમર્થન કરી રહ્યું છે, અને એમના કટ્ટર પ્રતિદ્વંદી ઈરાનની નજીક છે.

જણાવી દઈએ કે એપ્રિલમાં સાઉદી સરકારના સમર્થન વાળા સબક ન્યુઝે રિપોર્ટમાં કહ્યું હતું કે સરકાર 60 કિલોમીટર લાંબી અને 200 મીટર પહોળી નહેર બનવવાની તૈયારીમાં છે. જેથી કતારને સાઉદી જમીનથી અલગ કરી શકે. આ નહેરના એક હિસ્સાને સાઉદી અરબ ન્યુક્લિયર વેસ્ટ ફેસિલિટી રૂપે ઉપયોગ કરવા પર પણ વિચાર કરી રહ્યું છે.

Qatar 784x441 e1535811960896 નહેર ખોદીને કતારને અલગ કરશે સાઉદી અરબ ....?

નહેર ખોદવામાં નિપુણતા ધરાવતી 5 કંપનીઓને બોલી માટે આમંત્રિત કરવામાં આવી છે. મક્કા ન્યુઝપેપરના રિપોર્ટ મુજબ આ નહેર ખોદવાવાળી કંપનીના નામનું એલાન સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. આ મામલે સાઉદી ઓથોરિટીએ હાલ કઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. એટલું જ નહિ હાલ કતાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી.