Not Set/ રાજકોટ : પોલીસ દ્વારા પકડવામાં આવ્યાં બોગસ RTO કચેરી ચલાવતા 6 શખ્સો

બોગસ આરટીઓ કચેરી ખોલી આચર્યું કૌભાંડ 6 આરોપીઓની કરવામાં આવી ધરપકડ આરટીઓ નાં મેમોની ડુપ્લીકેટ પહોંચ બનાવતા રાજકોટ શહેરમાંથી વિચીત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફક્ત નકલી અધિકારી બનીને લૂંટ ચલાવવાનું જ નહીં પરંતુ આહીં તો આખે આખી નકલી સરકારી કચેરી ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જી હા રાજકોટમાંથી બોગચ RTO ચલવાવાનાં કૌભાંડનો ભાંડા […]

Top Stories Gujarat Rajkot
scam રાજકોટ : પોલીસ દ્વારા પકડવામાં આવ્યાં બોગસ RTO કચેરી ચલાવતા 6 શખ્સો
  • બોગસ આરટીઓ કચેરી ખોલી આચર્યું કૌભાંડ
  • 6 આરોપીઓની કરવામાં આવી ધરપકડ
  • આરટીઓ નાં મેમોની ડુપ્લીકેટ પહોંચ બનાવતા

રાજકોટ શહેરમાંથી વિચીત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફક્ત નકલી અધિકારી બનીને લૂંટ ચલાવવાનું જ નહીં પરંતુ આહીં તો આખે આખી નકલી સરકારી કચેરી ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જી હા રાજકોટમાંથી બોગચ RTO ચલવાવાનાં કૌભાંડનો ભાંડા ફોડ થયો છે.

રાજકોટમાં શહેર પોલીસ દ્વારા બોગસ RTO કચેરી ચલાવતા 6 શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. સમાંતર આરટીઓ કચેરી શરૂ કરી પોલીસ દ્વારા નિયમ ભંગ અંગે વાહન ચાલકોને આપવામાં આવતા આરટીઓનાં ટ્રાફિકનાં મેમોની વસુલાત માટે નકલી પહોંચ અને વસુલાત પાવતી બનાવતા હતાં. અને જેની રકમ પણ વસૂલી લેતા હતા આ ભેજાબાજો. આ મામલે એસ. ઓ. જી. ને વિગતો મળતા, આ ગેંગનાં 6 સદસ્યોને પકડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના કબ્જા માંથી લેપટોપ નંગ – 3, પ્રિન્ટર નંગ – 2, 7 – મોબાઈલ, 11 – સિક્કાઓ અને અન્ય દસ્તાવેજ મળી મુદ્દામાલ કબજે કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન