Not Set/ NCPનાં સ્થાનિક ઉમેદવાર અને કોંગ્રેસ-ભાજપનાં અયાતી ઉમેદવાર વચ્ચે જોવા મળશે રાધનપુર બેઠકનો જંગ, રેશ્મા પટેલ ઉતર્યા પ્રચારમાં

પાટણ જીલ્લાની રાધનપુરની સીટની પેટા ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને એન.સી.પી.નો ત્રીપાંખીઓ જંગ જોવા મળી રહયો છે. ભાજપ અને કોંગ્રેસના આયાતી ઉમેદવાર સામે એન.સી.પી નાં સ્થાનિક ઉમેદવાર પણ બાજી મારી જાય એવી સંભાવનાઓ જોવાઇ રહી છે. ત્યારે આજે રેશ્મા પટેલે ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ પર આકરા […]

Top Stories Gujarat Others
reshma patel 01454 e1570641090437 NCPનાં સ્થાનિક ઉમેદવાર અને કોંગ્રેસ-ભાજપનાં અયાતી ઉમેદવાર વચ્ચે જોવા મળશે રાધનપુર બેઠકનો જંગ, રેશ્મા પટેલ ઉતર્યા પ્રચારમાં

પાટણ જીલ્લાની રાધનપુરની સીટની પેટા ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને એન.સી.પી.નો ત્રીપાંખીઓ જંગ જોવા મળી રહયો છે. ભાજપ અને કોંગ્રેસના આયાતી ઉમેદવાર સામે એન.સી.પી નાં સ્થાનિક ઉમેદવાર પણ બાજી મારી જાય એવી સંભાવનાઓ જોવાઇ રહી છે. ત્યારે આજે રેશ્મા પટેલે ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી સભાઓ ગજવી હતી.

રાધનપુર બેઠકમાં આ વખતની ચૂંટણીમાં ભારે મતદાન થવાની શકયતા જોવાઇ રહી છે. ભાજપ માંથી આ વખતે અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં ઉતર્યા છે. જેણે કોંગ્રેસ સાથે કિનારો કરી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તો કોંગ્રેસ તરફથી રઘુ દેસાઈ મેદાનમાં છે. ત્યારે આ બંને દિગ્ગજોને ટક્કર આપવા એન.સી.પીએ રાધનપુરના સ્થાનિક આગેવાન અને કેળવણી તેમજ સામાજિક કાર્યકર ફરશુભાઈ ગોકલાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

આપણ વોંચો : દારૂ પર દંગલ : અશોક ગેહલોતે કહ્યું : “ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ”, તો શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ”

ખાસ કરીને ભાજપના ઉમેદવારની પક્ષ પલટાને કારણે અને કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક ન હોઈ ગ્રામીણ વિસ્તારમાં ફરશુભાઈ ને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તેમના સમર્થનમાં આજે રેશ્મા પટેલ દ્વારા જાહેર સભાઓ સંબોધવામાં આવી હતી. જેમાં રેશ્મા પટેલે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા. દારૂબંધી ની વાતો કરી તેના વિરોધમાં કોંગ્રેસમાં જોડાયા અને હવે ભાજપના રાજમાં આખા રાજ્યમાં ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે દારૂ બંધી નું શુ હવે કેમ સરકાર પાસે જવાબ માંગતા નથી.

આપણ વોંચો : “ડગમગતું અને લડખડાતું ગુજરાત”નાં પરેશ ધાનાણીનાં પ્રહારો વચ્ચે ફરી પકડાયો દારુનો સ્ટોક

રાધાનપુરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને રંગા બીલ્લાની જોડી ગણાવી. અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કર્યો છે. આપણે સમાજના નામે ભાગલા પાડવાવાળા ને જાકારો આપો. અલ્પેશ ઠાકોર દ્વારા ગત વિધાનસભામાં આપેલા વચનો એકપણ પુરા નથી કરાયા. જોકે રાધનપુરની બેઠક પર ત્રિપંખીયા આ જંગમાં કોણ બાજી મારે છે એ તો ચૂંટણી પરિણામો જ સાબિત કરશે.

જોકે રેશ્મા પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનના મંત્રી અશોક ગેહલોત જે વાત કરી રહ્યા છે તેમાં કોઈ જ ખોટું નથી આજે ગુજરાતમાં ભાજપની સરકારમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ વેચાઈ રહી છે અને દારૂ બાંધી વાત કરતી આ સરકારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન