- PMએ રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યુ
- એક્સપ્રેસવેના લીધે દિલ્હીથી જયપુરનું અંતર છ કલાકના બદલે ત્રણ કલાકમાં કપાશે
- છ રાજ્યોમાંથી પસાર થાય છે 1,400 કિ.મી.નો એક્સપ્રેસ વે
- એક્સપ્રેસ વેમાં પ્રતિ કિમી 35 પૈસાનો ચાર્જ વસૂલવામાં આવશે
- દિલ્હીથી મુંબઈનું અંતર 24 કલાકથી ઘટીને 12 કલાક થઈ જશે
નવી દિલ્હી: દિલ્હીથી જયપુર સુધી પહોંચવામાં છ કલાક લાગતા હતા તેના બદલે હવે ફક્ત ત્રણ જ કલાક લાગશે. તેનું કારણ છે દિલ્હીથી રાજસ્થાનના દૌસા-લાલસોટ વિસ્તાર સુધીના એક્સપ્રેસ-વેના (Delhi-Mumbai Expressway) પ્રથમ તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યુ. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 1,400 કિલોમીટરમાંથી 246 કિલોમીટરનો આ હિસ્સો આના પગલે આજથી શરૂ થઈ ગયો છે. આના લીધે સમગ્ર પ્રદેશમાં આર્થિક તકોને વેગ મળશે તેવી અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના દૌસામાં મહત્વાકાંક્ષી, (Delhi-Mumbai Expressway) લગભગ 1,400 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યુ. પૂર્વી રાજસ્થાનના દૌસાના ધનાવર ગામમાં એક જાહેર સભાને સંબોધતા (Delhi-Mumbai Expressway) પીએમએ જણાવ્યું હતું કે, “અભ્યાસ દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ વધુ રોકાણ લાવે છે.” તેમણે રિમોટ કંટ્રોલ વડે ઉદઘાટન કર્યુ. “સબકા સાથ સબકા વિકાસ એ અમારો રાષ્ટ્ર માટેનો મંત્ર છે, અમે તેને અનુસરીને ‘સમર્થ ભારત’ બનાવી રહ્યા છીએ,” એમ જણાવતા પીએમએ વધુમાં કહ્યું કે, એક્સપ્રેસવે “વિકાસશીલ ભારતનું એક ભવ્ય ચિત્ર” છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સરકાર હાઈવે પ્રોજેક્ટ્સ, બંદરો, રેલવે, ઓપ્ટિકલ ફાઈબરમાં રોકાણ કરે છે અને મેડિકલ કોલેજો ખોલે છે ત્યારે તે વેપારીઓ, નાના દુકાનદારો અને ઉદ્યોગોને શક્તિ આપે છે. PM એ કહ્યું કે જેઓ કામ માટે દિલ્હી (Delhi-Mumbai Expressway) જાય છે તેઓ હવે તેમનું કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઘરે પાછા આવી શકે છે, તેમણે ઉમેર્યું હતું કે એક્સપ્રેસવેની આસપાસ ગ્રામીણ ‘હાટ’ વિકસાવવામાં આવી રહી છે જ્યાં સ્થાનિક કારીગરો તેમની વસ્તુઓ વેચી શકે છે.
તેમણે કહ્યું કે એક્સપ્રેસ વેથી સરિસ્કા નેશનલ પાર્ક, કેઓલાદેવ નેશનલ પાર્ક, રણથંભોર નેશનલ પાર્ક તેમજ જયપુર અને અજમેર જેવા શહેરોને ફાયદો થશે. રાજસ્થાન પહેલાથી જ તેના પ્રવાસન ક્ષેત્ર માટે જાણીતું છે અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (Delhi-Mumbai Expressway) સાથે આકર્ષણ વધુ વધશે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય રાજ્યમંત્રી વી કે સિંહ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ અને અન્ય નેતાઓ આ સમારોહમાં મંચ પર હાજર હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હરિયાણાના તેમના સમકક્ષ મનોહર લાલ ખટ્ટરે વિડીયો લિંક દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જ્યારે ગેહલોત જયપુરમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી કાર્યક્રમમાં જોડાયા હતા, ત્યારે ખટ્ટરે તેને નૂહ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાંથી સંબોધિત કર્યું હતું. ભારતના સૌથી લાંબા એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો ચૂંટણીના વર્ષ પહેલા જનતા માટે ખુલ્લો મુકાયો. ભવ્ય એક્સપ્રેસવે રાષ્ટ્રીય રાજધાનીથી તેના નાણાકીય હબ, મુંબઈ સુધીનો પ્રવાસ સમય અડધો કરીને માત્ર 12 કલાક જ કરશે.
આઠ લેન પહોળો અને લગભગ 1,400 કિલોમીટર લાંબો હાઇવે એક લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તે ભવિષ્યમાં લંબાવીને 12 લેનનો કરી શકાય તે રીતે બનાવવામાં આવ્યો છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, જેનું લક્ષ્ય ભારતના પાંચ મુખ્ય રાજ્યો, ગુજરાતથી મહારાષ્ટ્રને જોડવાનું છે, તેની કલ્પના એન્જિનિયરિંગ અજાયબી તરીકે કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન, હેલિપેડ, ટ્રોમા સેન્ટર્સ અને ઇલેક્ટ્રિક વાહનો માટે સમર્પિત લેન સહિતની વેસાઈડ સુવિધાઓ સાથે, તે એશિયાનો પહેલો હાઈવે છે જ્યાં પ્રાણીઓના ઓવરપાસ અને વાઈલ્ડલાઈફ ક્રોસિંગ છે.
અકસ્માત અથવા અન્ય કટોકટીના કિસ્સામાં સહાય મેળવવા માટે તે દર બે કિલોમીટરે SOS સ્ટેશન પણ ધરાવે છે. સોહના-દૌસા સ્ટ્રેચનું ઉદઘાટન હરિયાણાના ગુરુગ્રામ, સોહના, નૂહ, મેવાત અને રાજસ્થાનના અલવર અને દૌસાને મેગા એક્સપ્રેસ વે સાથે જોડશે. દિલ્હી-દૌસા સ્ટ્રેચમાં આઠ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે.
તમામ વાહનો માટે 120 kmphની ટોચની ઝડપ સાથે, હાઇવે દર વર્ષે લગભગ 300 મિલિયન લિટર ઇંધણ અને 800 મિલિયન કિલોગ્રામ Co2 ઉત્સર્જન બચાવી શકે છે.આખા હાઇવે પર સ્વચાલિત ટોલ બૂથ છે, અને ટોલ ટેક્સ માત્ર એક જ વાર કાપવામાં આવશે — તે હાઇવે પર પ્રવેશે તે ક્ષણથી તે બહાર નીકળે તે સમય સુધીની ગણતરી કરવામાં આવશે. 220-કિમી લાંબી દિલ્હી-જયપુર મુસાફરી માટે ટોલ ટેક્સ ₹70 છે, જે પ્રતિ કિલોમીટર 35 પૈસા આવે છે.
આ પણ વાંચોઃ