Not Set/ શોપિયામાં ૫ આતંકીઓને ઠાર કરાયા બાદ સ્થિતિ બની તનાવપૂર્ણ, સેનાની ફાયરિંગમાં ૨ નાગરિકોના મોત

શ્રીનગર, શોપિયાના કિલોરા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવાર રાતથી થયલા એન્કાઉન્ટરમાં સેનાએ ૫ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે સેનાની અ જવાબી કાર્યવાહી બાદ શનિવારે આ વિસ્તારમાં સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. શોપિયામાં થયેલી સેનાની કાર્યવાહી બાદ હવે સ્થાનિક લોકો અને સુરક્ષાબળોના જવાનો વચ્ચે ઝડપ થઇ ગઈ છે. આ દરમિયાન લોકોએ […]

Top Stories India
jammu kashmir 1 શોપિયામાં ૫ આતંકીઓને ઠાર કરાયા બાદ સ્થિતિ બની તનાવપૂર્ણ, સેનાની ફાયરિંગમાં ૨ નાગરિકોના મોત

શ્રીનગર,

શોપિયાના કિલોરા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવાર રાતથી થયલા એન્કાઉન્ટરમાં સેનાએ ૫ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે સેનાની અ જવાબી કાર્યવાહી બાદ શનિવારે આ વિસ્તારમાં સ્થિતિ વધુ તંગ બની ગઈ છે.

શોપિયામાં થયેલી સેનાની કાર્યવાહી બાદ હવે સ્થાનિક લોકો અને સુરક્ષાબળોના જવાનો વચ્ચે ઝડપ થઇ ગઈ છે. આ દરમિયાન લોકોએ જવાનો પર પથ્થરમરો કર્યો હતો તેમજ પોલીસ વાન પેટ્રોલબોમ્બ ફેંક્યા હતા. જો કે ત્યારબાદ પરિસ્થિતિ વધુ તંગ બનતા સેના દ્વાર કરાઈ રહેલી જવાબી કાર્યવાહીમાં ૨ નાગરિકોના મોત થયા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ નાગરિકનું મોત સેના દ્વારા કરાયેલા ફાયરિંગમાં થયું છે. માર્યા ગયેલા બે યુવકોમાંથી એક યુવકની ઓળખ બિલાલ અહેમદ ખાનના સ્વરૂપમાં થઇ છે અને તે પુલવામાં જિલ્લાનો રહેવાસી છે.

એન્કાઉન્ટરમાં સેનાએ ૫ આતંકીઓને ઉતાર્યા હતા મોતને ઘાટ

મહત્વનું  છે કે, શોપિયાના કિલોરા વિસ્તારમાં સેનાએ આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવાર રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું અને અત્યારસુધીમાં ૫ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા હતા.

સેનાની જવાબી કાર્યવાહીને જમ્મુ-કાશ્મીરના DGPએ વધાવતા કહ્યું હતું, “ગુડ જોબ બોય્ઝ

એન્કાઉન્ટરમાં ૫ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ જમ્મુ-કાશ્મીરના DGP એસ પી વૈદ્યે સેનાના આ કામને બિરદાવતા શુભેચ્છા આપી છે. તેઓએ ટ્વીટ કરતા જણાવ્યું, “શોપિયાના કિલુરામાં એનકાઉન્ટર સ્થળ પર વધુ ચાર આતંકીઓના મૃતદેહ મળ્યા છે, ત્યારબાદ કુલ સંખ્યા વધીને ૫ થઇ ગઈ છે. ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ.