Rajkot match/ ભેજવાળા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટમાં રમાશે ત્રીજી મેચ

રાજકોટમાં ભેજ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે રમાશે. આઠમી ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ પહેલા બંને ટીમ અંતિમ મેચ રમશે. આ મેચમાં વરસાદના વિઘ્નની પૂરેપૂરી સંભાવના છે.

Top Stories Gujarat
Mantavyanews 9 7 ભેજવાળા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટમાં રમાશે ત્રીજી મેચ

રાજકોટઃ રાજકોટમાં ભેજ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે રમાશે. આઠમી ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ પહેલા બંને ટીમ અંતિમ મેચ રમશે. આ મેચમાં વરસાદના Rajkot Match વિઘ્નની પૂરેપૂરી સંભાવના છે. રાજકોટમાં મંગળવારે વરસાદ પડ્યો હતો અને સોમવારે તો રાજકોટમાં ગોઠણસમા પાણી હતા.

હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્રીજી વન-ડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમવાના છે. રોહિત શર્માએ જણાવ્યું હતું કે ત્રીજી મેચમાં કેટલાક ખેલાડી અસ્વસ્થ છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ નહી રહે. કેટલાક ખેલાડી વ્યક્તિગત કારણોના લીધે ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત કેટલાકને આરામ આપવામાં આવ્યો છે.

અત્યારે અમારી પાસે પસંદગી માટે Rajkot Match માત્ર 13 ખેલાડીઓ છે. શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમી, હાર્દિક અને શાર્દુલ ઠાકુર અંગત કારણોસર ઘરે પરત ફર્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રથમ બે વનડે મેચમાં પણ રમ્યો નહોતો.

આ મેચ માટે અક્ષર પટેલ ઉપલબ્ધ નથી. રોહિતે કહ્યું કે કેટલાક ખેલાડીઓ વાયરલ ઇન્ફેક્શનથી પીડિત છે જેના કારણે તેમની પસંદગી અંગે અનિશ્ચિતતા છે. આ બાબતમાં આપણે કંઈ કરી શકીએ તેમ નથી. અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં તે ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. રોહિત શર્માએ કહ્યું કે આ સમયે તેમના માટે ઘરે રહેવું ઠીક છે. તેનું કારણ એ છે કે અમે ઈચ્છીએ છીએ કે વર્લ્ડ કપ દરમિયાન દરેક વ્યક્તિ ફ્રેશ રહે અને આશા છે કે તેઓ ફ્રેશ થઈને પાછા આવી શકે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ Rajkot Match બે વનડે મેચમાં ધમાકેદાર જીત મેળવી હતી. KL રાહુલની કેપ્ટન્સીમાં ભારતે પ્રથમ વન-ડે પાંચ વિકેટે અને બીજી વન-ડે 99 રને જીતી હતી. હવે નિયમિત કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વનડે મેચમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ઈશાન કિશન તેની સાથે ઓપનિંગમાં આવી શકે છે. બીજો ઓપનર રુતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, તેથી ત્રીજી મેચ માટે તેની પસંદગી કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ PM Modi-Developmentwork/ છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી

આ પણ વાંચોઃ RoDTEP/ હવે ‘RoDTEP’ યોજના આવતા વર્ષે જૂન સુધી લાગુ રહેશે

આ પણ વાંચોઃ Mahadev/ આજના દિવસે કરી લો આ ઉપાય, ‘મહાદેવ’નો હાથ હંમેશા તમારા માથા પર રહેશે

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ભારત-કેનેડા તણાવથી કોને ફાયદો?