Not Set/ સોનિયાએ BJP અને RSS પર કર્યો શાબ્દિક હુમલો, ગાંધીને હટાવી તેઓ RSS ને દેશનું પ્રતિક બનાવા માંગે છે

રાષ્ટ્રપિતાની 150 મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ પદયાત્રાનાં સમાપન સમયે સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે કેટલાક લોકો આરએસએસને દેશનું પ્રતીક બનાવવા માગે છે, પરંતુ આ શક્ય નથી. આપણા દેશનાં પાયામાં ગાંધીનાં વિચાર છે. કોંગ્રેસનાં કાર્યકરોને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મહાત્મા ગાંધીએ આખા વિશ્વને અહિંસાનો […]

Top Stories India
sg સોનિયાએ BJP અને RSS પર કર્યો શાબ્દિક હુમલો, ગાંધીને હટાવી તેઓ RSS ને દેશનું પ્રતિક બનાવા માંગે છે

રાષ્ટ્રપિતાની 150 મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ પદયાત્રાનાં સમાપન સમયે સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે કેટલાક લોકો આરએસએસને દેશનું પ્રતીક બનાવવા માગે છે, પરંતુ આ શક્ય નથી. આપણા દેશનાં પાયામાં ગાંધીનાં વિચાર છે. કોંગ્રેસનાં કાર્યકરોને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મહાત્મા ગાંધીએ આખા વિશ્વને અહિંસાનો માર્ગ અપનાવવા પ્રેરણા આપી હતી.

આજે ભારત જ્યાં પહોંચ્યું છે તે ગાંધીજીનાં માર્ગ ઉપર ચાલીને પહોચ્યુ છે. સોનિયાએ કહ્યું કે, ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમના માર્ગને અનુસરવું મુશ્કેલ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાએ કહ્યું કે, મહાત્મા ગાંધીનાં માર્ગથી હટીને પોતાની દિશામાં આગળ વધારનાર પહેલા પણ ઓછો નહોતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદ નો ખુલ્લો વ્યવસાય કરીને તેઓ પોતાને ખૂબ શક્તિશાળી માને છે.

આ બધુ થવા છતાં, ભારત ભટક્યુ નથી કારણ કે ગાંધીજીનાં વિચારોનો પાયો આપણા દેશનો પાયાનો છે. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક લોકોએ ગાંધીનાં વિચારોને ઉલટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધી નહી પણ આરએસએસ દેશનું પ્રતીક બને. પરંતુ આવું ક્યારે નહી થઇ શકે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.