@દિવ્યેશ પરમાર
સુરતમા એક જવેલર્સ દ્વારા સીના ,ચાંદી ની યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે.આજના યુવાનો ડ્રગ્સના દુષણનો ભોગ બની રહ્યા છે તેવામા બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ડ્રગ્સના દુષણથી દુર રહેવા વચન સાથે રાખડી બાંધશે. આ વખતના રક્ષાબંધન પર્વ પર નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ નામની સોના ચાંદીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.
રક્ષાબંધન પર્વ પર દરેક બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે.તેમનો ભાઈ હમેશા પોતાના જીવનમાં આગળ વધે અને હમેશા વ્યસનોથી દુર રહે તેવી મનોકામના કરતી હોય છે. હાલમાં ડ્રગ્સના દુષણના કારણે યુવાનો ભોગ બની રહ્યા છે તેવામાં સુરતમાં ભાઈને બાંધવા માટે સ્પેશિયલ નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ નામની સોના અને ચાંદીની રાખડી બનાવવામાં આવી છે.
સુરતના લક્ષગોલ્ડ નામના જવેલર્સ દ્વારા આ વખતે નો ડ્રગ્સ નામની સોના અને ચાંદી ની રાખડી તૈયાર કરી છે.તેનો હેતુ એ હતો કે ભાઈ જ્યારે પણ પોતાના હાથમાં આ રાખડી જોશે ત્યારે ત્યારે ડ્રગ્સના દુષણથી દુર રહેશે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જાગૃતિના અનેક કાર્યક્રમ યોજાયા છે.જેનાથી પ્રેરિત થઈ તેમણે આ રાખડી તૈયાર કરી હતી.જોકે રાખડી બનાવ્યા બાદ દરરોજ ના ઓર્ડર વધતા ગયા અને છેલ્લા 15 દિવસથી લગભગ દરરોજના 6 રાખડી જેટલા સરેરાશ ઓર્ડર આવી રહ્યા છે .પોતાની બહેન ક્યારેય નહીં ઈચ્છે કે પોતાનો ભાઈ ડ્રગ્સ ના ખપ્પર માં હોમાઈ જાય.
ડ્રગ્સ એ પ્રકારનું દુષણ છે જેની એક વખત લત લાગ્યા બાદ તેનાથી છૂટવું ખુબજ અઘરું છે. જેથી બહેનો પોતાના ભાઈઓને આ દુષણ થી દુર રાખવા માટે જવેલર્સ ને રાખડી ના ઓર્ડર આપી રહી છે.સાથે જ લક્ષ જવેલર્સ દ્વારા નો ટોબેકો અને પર્યાવરણ જાગૃતિ માટે સેવ ટ્રી નામની અલગ અલગ રાખડી પણ સોના ચાંદી માં બનાવી છે.સમાજ ના યુવાનો ને એક નવી રાહ મળે તે હેતુ થી જવેલર્સ દ્વારા પહેલ કરવામાં આવી હતી.જેને ગ્રાહકો એ પણ વધાવી લીધી છે.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા