ચક દે ઇન્ડિયા/ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 196 1 ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન

ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-3એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે. ચંદ્રયાન-3 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યું છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના આ ચંદ્રયાન-3 પર છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણ સાક્ષી બનવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઇસરો સેન્ટરમાં પહોંચ્યા છે. તેઓ અહીંથી જ આ ઐતિહાસિક ક્ષણને નિહાળશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. આઝાદીના અમૃતકાળની આ સિદ્ધિ ભારતને વિકસિત દેશોની હરોળમાં મોખરાના સ્થાને બિરાજમાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર આવ્યું ISRO ચીફનું નિવેદન, કહ્યું- ભારત હવે ચંદ્ર પર છે

આ પણ વાંચો:ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ કહ્યું, અમે પૃથ્વી પર એક સંકલ્પ લીધો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો

આ પણ વાંચો: ભારતે રચ્યો ઈતિહાસ, વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા

આ પણ વાંચો:દેશના આ જિલ્લાની જમીન સાથે ચંદ્રનું કનેક્શન, અહીંની માટીમાં છુપાયેલું છે ચંદ્રયાન 3ની સફળતાનું રહસ્ય

આ પણ વાંચો:ચંદ્રયાન 3 નો પીછો કરી રહ્યું છે જાપાન! 3 દિવસ પછી ચંદ્ર પર મોકલશે સ્માર્ટ લેન્ડર

આ પણ વાંચો:ચંદ્રયાનના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન કેવી રીતે પડ્યું? ખૂબ જ રસપ્રદ છે વાર્તા