Parshottam Rupala Statement/ રૂપાલા વિવાદનો ઉકેલ લાવવા ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું

ગુજરાત ભાજપમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રવિવારના રોજ દિલ્હીમાં બેઠક કરી આવ્યા છે. તેઓને બોલાવી ક્ષત્રિયોને……….

Gujarat Top Stories
Beginners guide to 2024 04 08T140349.912 રૂપાલા વિવાદનો ઉકેલ લાવવા ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું

Gujarat News: ગઈકાલે અમદાવાદના ધંધુકામાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમાં આગામી 9 કે 10 તારીખે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવા એલાન કરાયું છે. રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમદાવાદ GMDCમાં પણ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન થશે. અનુસંધાને દિલ્હી હાઈકમાન્ડે ક્ષત્રિય નેતાઓને દિલ્હીમાં બોલાવીને સમાધાન લાવવા માટે બોલાવ્યા હોવાનું જણાઈ આવે છે.

ગુજરાત ભાજપ દ્વારા ક્ષત્રિયોને મનાવવા, રીઝવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં ક્ષત્રિયો માન્યા નથી. ક્ષત્રિયોની રૂપાલા વિરુદ્ધની લડત હજી ચાલુ જ છે. હજુ સુધી સમાધાન ન આવતા દિલ્હીથી તેડું આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત ભાજપમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રવિવારના રોજ દિલ્હીમાં બેઠક કરી આવ્યા છે. તેઓને બોલાવી ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવશે. હાઈકમાન્ડ હવે આ મુદ્દે નિર્ણય લાવવા માગતી હોવાનું જણાઈ રહ્યું છે.

બીજી બાજુ વડોદરાના ડભોઈ તાલુકામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરો પર પ્રતિબંધ લગાવાયો છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. જેમાં ભાજપના કોઈપણ કાર્યકર-આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવુ લખાયું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર રાજપૂત સમાજ અડગ છે. રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી પછી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ