Anand/ બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

ગુજરાત રાજ્યમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ વિદેશ મોકલવાની લાલસા આપી લાખો રૂપિયા પડાવી રહી છે. ત્યારે આણંદમાં……….

Gujarat
Beginners guide to 2024 04 06T202735.781 બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

Anand News: આણંદ જીલ્લામાંથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. શિવ ઓવરસીસ કંપનીના સંચાલકો નકલી માર્કશીટ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. વિદેશ જવાની લાલચ આપી બોગસ માર્કશીટો બનાવ્યું હોવાનું ખુલ્યું છે. આણંદ એસઓજીએ 2 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ વિદેશ મોકલવાની લાલસા આપી લાખો રૂપિયા પડાવી રહી છે. ત્યારે આણંદમાં વધુ એક કૌભાંડ ખુલ્યું છે. મળતી માહિતી અનુસાર આણંદ જીલ્લામાં શિવ ઓવરસીસ કંપનીના સંચાલકો નકલી માર્કશીટ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સંચાલકો વિદ્યાર્થીઓને વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અપાવીશું તેમ જણાવી લાખ રૂપિયા લૂંટી રહી છે.

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલાની જાણ એસઓજી પોલીસને થતાં 2 વિદ્યાર્થીઓની 16 જેટલી બોગસ માર્કશીટ હોવાનું ખુલ્યુ છે. તપાસ કરતાં આણંદ ટાઉન પોલીસે 2 આરોપીઓ અંકિત પટેલ અને ધવલ પટેલની કરી ધરપકડ કરી છે. આગામી દિવસોમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાયબર હુમલાખોરોનો ફેવરિટ ટાર્ગેટ ‘ડિજીટલ ઈન્ડિયા’

આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો