Biritsh News Paper-India/ ‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’, એક બ્રિટિશ અખબાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. બ્રિટિશ અખબારના આ દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો છે.

Top Stories India World
Beginners guide to 2024 04 05T105018.353 'ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે' બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’, એક બ્રિટિશ અખબાર દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. બ્રિટિશ અખબારના દાવા પર મોદી સરકારની પ્રતિક્રિયા આવી છે. મોદી સરકારે બ્રિટિશ અખબારના આ દાવાને નકારી કાઢ્યો છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને દાવો કર્યો છે કે ભારત તેના પાડોશી દેશ પાકિસ્તાનમાં પોતાના દુશ્મનોનો નાશ કરી રહ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓની થઈ રહેલ હત્યાઓમાં ભારતનો હાથ હોવાનો આ બ્રિટિશ અખબારે દાવો કર્યો છે. અખબાર દાવા સાથે કહે છે કે આંતકવાદીઓની હત્યાઓ પાછળ ભારતની ગુપ્તચર એજન્સી RAWનો હાથ છે. અખબારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આદેશ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેઓ RAWને નિયંત્રિત કરે છે. આતંકવાદીઓના ખાતમા ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશમાં એવા દુશ્મનોને ખતમ કરી રહી છે જેઓ ભારત માટે ખતરો છે.

ભારત સરકારે બ્રિટિશ મીડિયાના દાવાને ફગાવી દીધા છે. સરકારે આરોપોને નકારી કાઢતા કહ્યું કે ભારત ક્યારેય લક્ષ્યાંકિત હત્યાઓ કરતું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 2019માં પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટેના બોલ્ડ અભિગમના ભાગરૂપે આ ઓપરેશન્સ હાથ ધર્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2020 થી અત્યાર સુધીમાં લગભગ 20 હત્યાઓ થઈ છે, જે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી છે.

અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ 2022 માં કરાચીમાં ગોળીબાર કરવા માટે અફઘાન નાગરિકોને કથિત રીતે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ સરહદ પાર કરીને ભાગી ગયા હતા, પરંતુ બાદમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ તેમના હેન્ડલર્સની ધરપકડ કરી હતી. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર શાહિદ લતીફનું પણ પાકિસ્તાનમાં મોત થયું હતું.

એવો પણ દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે લતીફને શોધવા માટે એક ગુપ્ત ભારતીય એજન્ટ દ્વારા હત્યારાને કથિત રીતે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

ભારત હવે દરેક મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાનને ખુલ્લેઆમ જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે જ પાડોશી દેશમાં ભારતના દુશ્મનોનો પણ નાશ થઈ રહ્યો છે. હવે આ અંગે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આની પાછળ ભારતનો હાથ છે. ભારતની વધતી લોકપ્રિયતા અને પાકિસ્તાનની કંગાલિયત સ્થિતિથી વિશ્વના દેશોને અસર થઈ રહી છે. આથી જ ભારતની પ્રગતિ ના જોઈ શકતા અગ્રણી દેશો તેમના અખબાર થકી આ પ્રકારના અહેવાલો પ્રગટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓના સફાયા પાછળ ભારતનો હાથ હોવાના બ્રિટિશ અખબારના દાવાને ભારતે નકારી કાઢ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્યારે શ્રીદેવીની બહેન બની મેગેઝિનમાં અનુપમ ખેર છવાઈ ગયા ત્યારે ચાહકો…..

આ પણ વાંચો:કરણ જોહરે ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી, નામ વગર ઉલ્લેખ કર્યો

આ પણ વાંચો:અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી જોઈ તમે હસતા હસતા થાકી જશો

આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ