IPL/ અમદાવાદમાં KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ, 5 DCP સહિત 3 હજાર પોલીસકર્મી તૈનાત

આઈપીએલના મેચના પગલે 5 ડીસીપી, 10 એસીપી સહિત 3 હજારથી વધુ પોલીસ કર્મચારી તેમજ 800થી વધુ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં……..

Top Stories Ahmedabad Gujarat Breaking News Sports
Image 2024 05 21T090010.015 અમદાવાદમાં KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ, 5 DCP સહિત 3 હજાર પોલીસકર્મી તૈનાત

Ahmedabad/Sports News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની પ્રથમ ક્વોલિફાયર કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. મેચના પગલે સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આઈપીએલના મેચના પગલે 5 ડીસીપી, 10 એસીપી સહિત 3 હજારથી વધુ પોલીસ કર્મચારી તેમજ 800થી વધુ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં મેચને લઈ જનપથ ટી થી મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વાહનચાલકોએ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા, જનપથ ટી થી પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરવાળા સર્ખલ જતા માર્ગ થી લઈ એપોલો સર્કલ તરફ અવરજવાર કરી શકાશે.