ગુજરાત/ ગઢડામાં પૈસા મામલે થઈ બોલાચાલી થતા ધારિયાના ઘા ઝીંકી  ખેતમજૂરની કરાઇ હત્યા

ગઢડામાં ખેત મજુરો વચ્ચે બોલાચાલી થતા એક ખેત મજૂરની હત્યા કરવામાં આવી. ગઢડાના  મોટી કુંડળ ગામે ગત રાત્રે મગનભાઈ ઉધવા  નામના ખેત મજુરની ધારીયાના ઘા ઝીંકી  હત્યા કરાઈ.

Top Stories Gujarat Others

બોટાદ : ગઢડામાં ખેત મજુરો વચ્ચે બોલાચાલી થતા એક ખેત મજૂરની હત્યા કરવામાં આવી. ગઢડાના  મોટી કુંડળ ગામે ગત રાત્રે મગનભાઈ ઉધવા  નામના ખેત મજુરની ધારીયાના ઘા ઝીંકી  હત્યા કરાઈ. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર પંહોચી ગઈ હતી. પોલીસે મૃતક ખેતમજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક મગનભાઈ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ મોટી કુંડળ ગામે રાજુભાઈ વનાળીયાની જમીન ભાગવી વાવવા માટે રાખી હતી. રાજુભાઈ વનાળીયા કુંડળ ગામમાં 15 વીઘા જમીન ધરાવે છે. રાજુભાઈએ સુરેશભાઈની 40 વિઘા અને તેમના ભત્રીજા નીતિનભાઈની 60 વીઘા જમીનની ત્રીજા ભાગે વાવવા રાખી હતી. રાજુભાઈએ  છોટાઉદેપરુના વતની સુરેશભીલને આ તમામ જમીનોમાં ખેતમજૂરીના કામ માટે  આપી હતી. અને આ કામમાં સુરેશભાઈની સાથે મગનભાઈ ઉધવા અને ભયલાલ ભીલ એમ ત્રણેય સાથે મળી 30ટકાના મજૂરી ભાગે કામ કરતા હતા.

જમીનની ખેતમજૂરીનું કામ કરવા દરમ્યાન ભયલાલ ભીલની રૂપિયાની જરૂરત પડતા જમીનના મૂળ માલિક રાજુભાઈ વનાળીયાને જાણ કરી. રાજુભાઈએ મદદ કરતા 10 હજાર રૂપિયા આપ્યા. આ રૂપિયાના ઉપાડ મામલે ભયલાલ ભીલ અને મગનભાઈ વચ્ચે મોટી બબાલ થઈ. દરમ્યાન ભયલાલ ભીલ ધારીયાના ઘા ઝીંકી મગનભાઈનું ગળું કાપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો. મૃતકની બોડીને પેનલ ટુ પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી છે. પોલીસે હત્યારા ભયલાલ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી