RMC/ મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટમાં તમામ કતલખાના બંધ રાખવા કમિશનર ઉદીત અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું

હિન્દુ ધર્મના ચાર મોટા તહેવારોમાં એક તહેવાર એટલે મહાશિવરાત્રી, આ વખતે ભારતીય કેલેન્ડર પ્રમાણે તારીખ 11 માર્ચ ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે.આ દિવસે તમામ શિવાલયોમાં ભગવાન

Gujarat Rajkot
udit agrawal મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટમાં તમામ કતલખાના બંધ રાખવા કમિશનર ઉદીત અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું

હિન્દુ ધર્મના ચાર મોટા તહેવારોમાં એક તહેવાર એટલે મહાશિવરાત્રી, આ વખતે ભારતીય કેલેન્ડર પ્રમાણે તારીખ 11 માર્ચ ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે.આ દિવસે તમામ શિવાલયોમાં ભગવાન શિવજીના ખાસ પૂજન-અર્ચન કરવામાં આવે છે. શિવજીના હજારો ભક્તોની આસ્થાને ધ્યાનમાં લઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા આ દિવસે તમામ કતલખાનાઓ બંધ રાખવા માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.આ માટે કમિશનરે ખાસ જાહેરનામુ બહાર પાડયું છે.

Ujjain / ઉજ્જૈનના ત્રિવેણી ઘાટ પર થયેલા ધમાકા બાદ GSI એ શરૂ કરી તપાસ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યા પ્રમાણે આગામી તા.11 ના રોજ “મહા શિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એકટ 1949 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લઈ અને અમલવારી કરાવવાની રહેશે.

Gandhinagar / રાજ્યમાં IAS અને IPSની આટલી બધી જગ્યાઓ ખાલી છે..!

shivratri jahernamu rmc મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટમાં તમામ કતલખાના બંધ રાખવા કમિશનર ઉદીત અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…