Ahmedabad/ ”કુછ લોગ અબ એક્સ mla લીખને કી આદત ડાલ લે” : કોંગ્રેસના જ MLAને આપી ચીમકી

”કુછ લોગ અબ એક્સ mla લીખને કી આદત ડાલ લે” : કોંગ્રેસના જ MLAને આપી ચીમકી

Ahmedabad Gujarat
high court 4 ''કુછ લોગ અબ એક્સ mla લીખને કી આદત ડાલ લે'' : કોંગ્રેસના જ MLAને આપી ચીમકી
  • જમાલપુરના પૂર્વ કોર્પોરેટરની ચોંકાવનારી ફેસબુક પોસ્ટ
  • શહેર કોંગ્રેસમાં હજીપણ આંતરિક ખટરાગ ચરમસીમાએ
  • ”કુછ લોગ અબ એક્સ mla લીખને કી આદત ડાલ લે” લખી કરી પોસ્ટ
  • આડકતરી રીતે ઇમરાન ખેડાવાલા અંગે કૉમેન્ટ કરી હોવાની ચર્ચા
  • શાહનવાઝ શેખને ખાડિયા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ફરજ પડાઈ હતી

હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી ગુજરાત કોંગ્રેસમાં ચાલતો વિખવાદ આંખે ઉડીને દેખાયો હતો. અને પરિણામ બધાની સામે છે. તમામ ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ત્યાં હજુ પણ કોંગ્રેસમાં વિખવાદ ચાલુ છે.  અમદાવાદ કોંગ્રેસના નેતા અને કોંગેસના જ ધારાસભ્ય વચ્ચે ચાલતો ખટરાગ સપાટી પર આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ શેખે સોશિયલ મીડિયા ઉપર ચોકાવનારી પોસ્ટ મૂકી છે.  તેણે સોશિયલ મીડિયા પર ‘કુછ લોગ અબ એક્સ MLA લીખને કી આદત ડાલ લે’ એવું લખ્યું છે.  જોકે, તેણે આ પોસ્ટમાં કોઈ ધારાસભ્યનું નામ નથી લખ્યું, પરંતુ આડકતરી રીતે આ પોસ્ટ કોંગ્રેસ ના જ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અંગે કોમેન્ટ કરી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

અત્રે નોધનીય છે કે, અમદાવાદ  મનપાની ચૂંટણી સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ઉમેદવાર શાહનવાઝ શેખ વચ્ચે ટીકીટ વહેચણીને લઈને વિવાદ થયો હતો. અને શાહનવાઝ શેખને ખાડિયા બેઠક ઉપરથી ચૂંટણી લડવા ફરજ પાડવામાં આવી હતી. ત્યારે હાલમાં શાહનવાઝ દ્વારા સોશિયલ મીડિયાના મારફતે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પડકાર ફેંકતી પોસ્ટ મૂકી હોવાનું જણાઈ આવે છે. અને તેને લઇ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.