Mumbai/ એન્ટિલિયાની બહાર મળેલા વિસ્ફોટક કેસમાં તપાસ હવે NIA કરશે

મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસ સ્થાન એન્ટિલિયા (Antilia)ની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક ભરેલી કારની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) કરશે. ગૃહ મંત્રાલયે NIAને તપાસ સોંપી દીધી છે. પાછલા દિવસોમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું હતું. હિરેનના મૃતદેહની તપાસ દરમ્યાન તેમના મોંમાંથી પાંચ રૂમાલ નીકળ્યા છે. જ્યારે તેમનો મૃતદેહ એક નાળામાંથી મળ્યો હતો. આ […]

Top Stories India
Mukesh ambani એન્ટિલિયાની બહાર મળેલા વિસ્ફોટક કેસમાં તપાસ હવે NIA કરશે

મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસ સ્થાન એન્ટિલિયા (Antilia)ની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક ભરેલી કારની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) કરશે. ગૃહ મંત્રાલયે NIAને તપાસ સોંપી દીધી છે. પાછલા દિવસોમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું હતું. હિરેનના મૃતદેહની તપાસ દરમ્યાન તેમના મોંમાંથી પાંચ રૂમાલ નીકળ્યા છે. જ્યારે તેમનો મૃતદેહ એક નાળામાંથી મળ્યો હતો.

આ આખા કેસની પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ NIAને તપાસ કરાવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આખા કેસની તપાસ NIAને સોંપી છે. હવે NIAએ શોધવાની કોશિશ કરશે કે એન્ટિલિયાની બહાર સ્કોર્પિયો ઉભી રાખવાનો હેતુ શું હતો અને તેની પાછળ કોનું ષડયંત્ર હતું.

25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઇના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઉભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીના મધરાતે 1 વાગ્યાથી આ ગાડી એન્ટિલિયાની બહાર ઉભી હતી. બીજા દિવસે ગુરૂવારના રોજ તેના પર પોલીસની નજર ગઇ અને કારમાંથી 20 જિલેટિનના રૉડ મળી આવ્યા હતા.

આ બધાની વચ્ચે સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું. પ્રારંભિક તપાસમાં પોલીસ મનસુખ હિરેનના મોતને આત્મહત્યા જેવું બતાવી રહી હતી, પરંતુ મૃતદેહના મોંમાંથી નીકળેલા પાંચ રૂમાલ બીજી તરફ ઇશારો કરી રહ્યું છે. થાણેના રહેવાસી મનસુખ હિરેનનો અહીં ઓટોમોબાઇલ પાર્ટસનો બિઝનેસ હતો.