જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં નાની વયના યુવાનોના Youth death-Heart attack હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડમાં આ સિલસિલો વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના Joonagadh News દરરોજ એક દિવસ જાયને કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળવા મળે છે.
પહેલા તો સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાંથી આ રીતે યુવાનના મોતના સમાચાર આવતા હતા. હવે આ વાત બીજા શહેરો સુધી પણ પ્રસરી છે. જૂનાગઢમાં 24 વર્ષીય યુવાન ચિરાગ પરમારનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચિરાગ દાંડિયા રાસ રમતા-રમતા ઢળી પડ્યો હતો. તે નવરાત્રિની તૈયારી માટે દાંડિયાના કોચિંગ ક્લાસમાં ગયો હતો. કોચિંગ ક્લાસમાં દાંડિયા રમતા-રમતાં ઢળી પડ્યો હતો. Youth death-Heart attack યુવાન જમીન પર ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવવા દરમિયાન તે યુવાનને હોસ્પિટલના સત્તાવાળાઓએ મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. યુવાનના આ મૃત્યુથી સમગ્ર પરિવાર સ્તબ્ધ છે. આખુ કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે. કોઈને કલ્પના પણ ન હોય કે 24 વર્ષની વયે ફક્ત રમતા-રમતાં યુવાનનું આ રીતે મોત થાય.
ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ રીતે નાની વયના યુવાનોએ થતાં મોતે ચિંતા નીપજાવી છે. આ અંગે હૃદયરોગના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારના મોત વાસ્તવમાં હૃદયરોગનો હુમલો ન કહી શકાય, પરંતુ તેને કાર્ડિયાક એરેસ્ટ કહી શકાય. તેઓનું કહેવું છે કે કોરોનાકાળ દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઈને કોઈ રીતે કોરોનાનો ચેપ લાગ્યો હોય છે, આ વ્યક્તિ તેમાથી સાજો તો થઈ જાય છે પરંતુ કોરોનાના લીધે તેની રક્તવાહિનીઓ સાંકડી થઈ જતી જોવા મળી છે. તેથી તે વ્યક્તિ દૈનિક પ્રવૃત્તિ કરે તો વાંધો આવતો નથી, પરંતુ જો તે Youth death-Heart attack દૈનિક પ્રવૃત્તિ કરતાં કંઇક વિશેષ કરવા જાય તો તેની રક્તવાહિનીઓ આ દબાણ ઝીલી ન શકતા હદયને મળતાં પુરવઠામાં અવરોધ આવતા કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિ સર્જાય છે. આ સંજોગોમાં હૃદયની કોઈપણ પ્રકારની તકલીફનું જરા પણ બેકગ્રાઉન્ડ ન ધરાવતી વ્યક્તિનું પણ નિધન થઈ શકે છે. તેથી કોરોના થયો હોય તેવી વ્યક્તિએ કોઈપણ પ્રકારનો વધારાનો પરિશ્રમ કરતી વખતે સાવધાની દાખવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ Hijab/ ઇરાન સરકારે હિજાબ મામલે બનાવ્યો કડક કાયદો, મહિલાઓ હિજાબ પહેરવાનો ઇનકાર કરશે તો થશે આ કાર્યવાહી….
આ પણ વાંચોઃ Jersey Launch/ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જર્સી લોન્ચ,જુઓ વીડિયો
આ પણ વાંચોઃ India US Relations/ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અમેરિકન રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું!
આ પણ વાંચોઃ India US Relations/ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અમેરિકન રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું!
આ પણ વાંચોઃ નિવેદન/ તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું નવી સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ કારણથી આમંત્રણ ન આપ્યું