Resignation/ અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા નામંજૂર કરતા કોંગ્રેસ હાઈકમાન્ડ

અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા મંજૂર

Gujarat Others Trending
sambit patra 7 અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા નામંજૂર કરતા કોંગ્રેસ હાઈકમાન્ડ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપા હોય કે પછી જીલ્લા-તાલુકા કે નપા કોંગ્રેસની કારમી હાર થઇ છે. ગુજરાત રાજ્યમાંથી કોંગ્રેસ નાબુદી તરફ જઈ રહી છે. ત્યારે સ્વેચ્છાએ હારની જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ પોતાના રાજીનામાં ધરી દીધા છે. અને કોંગ્રેસ  હાઈકમાન્ડે રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બરોબર ટક્કર આપનાર કોંગ્રેસ છેલ્લા ૩ વર્ષમાં નેસ્તોનાબુદી તરફ પ્રયાણ કર્યું છે. એક પછી એક ધારાસભ્યોની નારાજગી અને પછી રાજીનામાં અને ત્યાર બાદ યોજાયેલી પેટાચૂંટણી માં કોંગ્રેસ ઉંધા માથે પટકાઈ હતી. તો 6 મનપા અને જીલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. જેને પગલે ગુજરાત કોંગ્રેસના બંને દીગ્ગજોએ પોતાના રાજીનામાં આપ્યા છે. હવે માર્ચના અંત સુધી નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા જાહેર થશે.