ગુજરાત,
ગુજરાતમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મ બાદ બિહાર અને યુપીના લોકોને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે ઘણાં લોકોને માર મારવાની ઘટના બની છે. આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને બિહાર કોંગ્રેસના સહપ્રભારી તથા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે મુઝફ્ફરપુરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં કેસ દાખલ કરનાર સોશયલ એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કહ્યું છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોરની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે. ગુજરાતમાં બિહારીઓની હેરાનગતિ થઈ રહી છે. એવું લાગે છે કે તેઓ ગુજરાતમાં નહીં. પણ પાકિસ્તાનમાં રહેતા હોય.