surat crime/ 100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

સુરતના હાઇટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડા સુરતથી 100 કરોડની લોન લીધી હતી.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: સુરતમાં બેંક ઓફ બરોડા સાથે 100 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો છે.  કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના ડિરેકટરનો હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને કવિતા શાહ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા.હાઇટેક સ્વીટ વોટરનો ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી. લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયો.

વિજય શાહ સામે મલ્ટીપલ FIR થઈ છે અને ગાંધીનગર CBIએ તપાસ પણ શરૂ કરી છે. વિજય શાહે અન્ય બિઝનેસમેનોની સાથે પણ છેતરપિંડી કરી પૈસા ચાઉ કર્યા છે હોવાનો આક્ષેપ. કશ્યપ ઇન્દફ્રા પ્રોજેક્ટ લિમિટેડના ડાયરેક્ટર હિરેન ભાવશારે કરી પ્રેસ કોન્ફરન્સ. કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના બે કરોડ રૂપિયા પણ હાઇટેક સ્વીટ વોટર ના ડિરેક્ટર વિજય શાહે ચૂકવ્યા નથી.

કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસારે હાઇટેક સ્વીટ હોટલને 2018માં પ્રાઇવેટ કંપની ડિરેક્ટરે 2 કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો. હાઈટેક કંપનીના બિહાર, પટણા અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં મોટા પ્રોજેક્ટ ચાલતા હતા. 2 કરોડમાંથી 1,42,00,000 રૂપિયા ચૂકવ્યા ન હતા. હાઈટેક કમ્પનીના નામથી સાઈડના બાંધકામપેટા બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી છે.

કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની માગણી છે કે વિજય શાહને સામે કાર્યવાહી કરવામાં આવે. વિજય શાહ સલીમાર ડાઇંગમાં ડિરેક્ટર હતા તે સમયે મેમણ બેન્કમાંથી લોન લઈ ડિફોલ્ટર જાહેર થયા હતા. ત્યારબાદ મેમણ બેંક બેંક ઓફ બરોડા સાથે મર્જ થઈ છતાં વિજય શાહને 100 કરોડની લૉન આપી.કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ બેંકને આ બાબતે જાણ કરી છતાં બેંક તપાસ ચાલતી હોવાની વાતો કરે છે. હજી સુધી બેંક દ્વારા કોઈપણ કાર્યવાહી વિજય શાહ સામે કરવામાં આવી નથી.



આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ