Gujarat News/ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો: રાજ્ય બહાર ધોરણ 10-12 ભણનારા વિદ્યાર્થીઓને MBBSમાં સ્ટેટ ક્વોટા નહીં

ગુજરાતમાં જન્મેલા અને NEET પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પણ MBBS પ્રવેશમાં (MBBS Admission)રાજ્યના ક્વોટાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે

Top Stories Gujarat
ગુજરાતમાં જન્મેલા અને NEET પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પણ MBBS પ્રવેશમાં (MBBS Admission)રાજ્યના ક્વોટાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે

Gujarat News : ગુજરાતમાં જન્મેલા અને NEET પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પણ MBBS પ્રવેશમાં (MBBS Admission)રાજ્યના ક્વોટાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ગુજરાત હાઇકોર્ટની (Gujarat High Court)ડિવિઝન બેંચે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10 અને 12નો અભ્યાસ ગુજરાત બહારથી કરનારા વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવેશ નીતિ મુજબ રાજ્યના ક્વોટા હેઠળ પ્રવેશનો લાભ મળી શકે નહીં. પિતાની નોકરીમાં બદલી થવાને કારણે અન્ય રાજ્યમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીના કેસમાં આ નિર્ણય આપવામાં આવ્યો છે.

MBBS Admission: શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં ખાનગી બેંકમાં નોકરી કરતા અનુસૂચિત જાતિ (SC) વર્ગના એક અધિકારીના પુત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. જોકે, પિતાની બદલી મહારાષ્ટ્રના પુણેમાં થતાં વિદ્યાર્થીએ ધોરણ 10 અને 12નો અભ્યાસ ત્યાં પૂર્ણ કર્યો હતો.

ત્યારબાદ વિદ્યાર્થીએ NEET પરીક્ષા (NEET Exam)આપી હતી અને SC અનામત કેટેગરીના કટ-ઓફ કરતાં વધુ ગુણ મેળવ્યા હતા. આ પરિણામના આધારે તેણે ગુજરાતમાં MBBS પ્રવેશ (MBBS Admission)માટે સ્ટેટ ક્વોટા (State Quota)હેઠળ અરજી કરી હતી. જોકે, રાજ્યના પ્રવેશ નિયમો મુજબ ધોરણ 10 અને 12 ગુજરાત બહારથી પાસ કર્યા હોવાને કારણે તેને આ ક્વોટા માટે લાયક ગણવામાં આવ્યો નહોતો.

આ નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇકોર્ટમાં (Gujarat High Court)અરજી કરી હતી. સિંગલ જજ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ તેણે ડિવિઝન બેંચ સમક્ષ આ નિર્ણયને પડકાર્યો હતો.

વિદ્યાર્થીએ ડોમિસાઇલના આધારે રજૂ કરી દલીલ

વિદ્યાર્થી તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેની પાસે રાજ્યનું ડોમિસાઇલ પણ છે. ઉપરાંત, તેણે NEETમાં સારા ગુણ મેળવ્યા છે. પિતાની નોકરીમાં બદલી થવાને કારણે તેને ગુજરાતની મેડિકલ કોલેજોમાં સ્ટેટ ક્વોટાના (State Quota)લાભથી વંચિત રાખવો યોગ્ય નથી.

વિદ્યાર્થીના પક્ષે એવો અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો કે અભ્યાસ માટે રાજ્ય બહાર જવું તેની પોતાની પસંદગી નહોતું, પરંતુ પિતાની નોકરીની પરિસ્થિતિને કારણે આવું થયું હતું. તેથી તેને ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થી તરીકે પ્રવેશનો લાભ મળવો જોઈએ.

રાજ્ય સરકારે નિયમોનો આપ્યો હવાલો

રાજ્ય સરકાર તરફથી પ્રવેશ નીતિનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય બહાર અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને સ્ટેટ ક્વોટાની (State Quota)છૂટછાટ મળતી નથી. ચોક્કસ સરકારી કર્મચારીઓ અને નીતિમાં આવરી લેવાયેલી કેટલીક સંસ્થાઓના કર્મચારીઓનાં બાળકો માટે વિશેષ જોગવાઈઓ હોઈ શકે છે.

સરકારના જણાવ્યા મુજબ, રાજ્ય બહાર બદલી થનારા દરેક કર્મચારીના બાળકને આ છૂટછાટનો લાભ આપી શકાય નહીં. કયા વિદ્યાર્થીઓને પાત્ર ગણવા તે પ્રવેશ નિયમો અને તેમાં નિર્ધારિત શરતો પર આધારિત છે.

હાઇકોર્ટે સ્ટેટ ક્વોટા અંગે શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ની ડિવિઝન બેંચે સિંગલ જજના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. ચુકાદા મુજબ, ધોરણ 10 અને 12 ગુજરાત બહારથી પાસ કરનારા વિદ્યાર્થીને વર્તમાન નીતિ હેઠળ ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થી તરીકે સ્ટેટ ક્વોટાનો લાભ મળી શકે નહીં.

આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં જન્મ અથવા ડોમિસાઇલ હોવું જ MBBS પ્રવેશ માટે રાજ્યના ક્વોટાની પાત્રતા નક્કી કરવા પૂરતું નથી. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે લાગુ પડતા શૈક્ષણિક અને અન્ય નિયમોનું પણ પાલન કરવું જરૂરી છે.

આવા વિદ્યાર્થીઓએ પાત્રતા અને લાગુ પડતી શરતોને આધારે ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ પ્રવેશની તક તપાસવી પડશે. મેડિકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ચુકાદો મહત્ત્વપૂર્ણ છે.


આ પણ વાંચો: 30 વર્ષ બાદ ફરી MBBS કોર્સમાં એડમિશનની માંગણી, હાઈકોર્ટે પૂછ્યું- આ ઉંમરે ઈન્ટર્નશિપ કરી શકશો ?

આ પણ વાંચો: ખિલવાડ કે પૈસાનો દમ : NEETની એક્ઝામમાં ૦ ગુણ, છતાં વિદ્યાથીઓને મળ્યું MBBSમાં મળ્યું એડમિશન.. વાંચો.

આ પણ વાંચો: નકલી માર્કશીટ સાથે 44 વર્ષ પછી દોષિત સાબિત થયો ડૉક્ટર,12મા મા માર્ક્સ સાથે છેતરપિંડી MBBSમા લીધું હતું એડમિશન