Not Set/ સૈદ્ધાંતિક મતભેદ સપાટી પર આવવાનાં શરુ? કે, કોંગ્રેસે આપી શિવસેનાને ફક્ત સલાહ

દેશભરમાં નાગરીક સુઘારણા બિલ બાબતે લગભગ તમામ વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં તો લોકો પણ રસ્તા પર આવી ગયા છે અને દેખાવોમાં હિંસકતા પણ જોવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે આર્મીની મદદ પણ લેવામાં આવી રહી છે અને જો બિલ રાજ્યસભામાંથી સંખ્યબળનાં આધારે પાસ થઇ જાય છે તો, પૂર્વોત્તરમાં […]

Top Stories India

દેશભરમાં નાગરીક સુઘારણા બિલ બાબતે લગભગ તમામ વિપક્ષો વિરોધ કરી રહ્યા છે. દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં તો લોકો પણ રસ્તા પર આવી ગયા છે અને દેખાવોમાં હિંસકતા પણ જોવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે આર્મીની મદદ પણ લેવામાં આવી રહી છે અને જો બિલ રાજ્યસભામાંથી સંખ્યબળનાં આધારે પાસ થઇ જાય છે તો, પૂર્વોત્તરમાં વાતાવરણ વધારે વણસે તેવી દહેશત જોવામાં આવી રહી છે.

લોકસભામાં બિલ 311નાં બહુમત વોટ સાથે નાગરીક સુધારણા બિલ  પાસ થયા પછી જો કે, બિલને ટેકો આપતી અનેક પાર્ટી દ્વાર બિલનાં વિરોધનો પણ સુર છેડવામાં આવ્યો છે. JDS અને શિવસેના દ્વારા લોકસભામાં ટેકા બાદ બિલ વિરોધી નિવેદનો અને અમુક બાબતોના સ્પષ્ટીકરણ પછી જ રાજ્યસભામાં તેનુ સ્ટેન્ડ જણાવવાની વાત કરવામાં આવી હતી. તો આજે BJD દ્વારા પણ આ જ લાઇન લેવામાં આવી રહી હોય તેવા BJDનાં સાંસદો દ્વારા નિવેદનો જોવામાં આવ્યા છે. BJDની પલટી કદાચ આસામમાં ભારે રોષ સાથે થઇ રહેલ બિલનો વિરોધ પણ હોય શકે છે. કારણ કે, લોકશાહીમાં આખરે તો પ્રજા જ સ્વૌપરી છે તે તમામ પક્ષો જાણે જ છે.

નાગરીક સુધારણા બિલ મામલે તમામ ઉતાર ચડાવની સાથે સાથે મહારાષ્ટ્રની આગાડી સરકાર(શિવસેના-NCP-કોંગ્રેસ)નાં કેબિનેટ મંત્રી અને કોંગ્રેસનાં નેતા બાળાસાહેબ થોરાટ દ્વારા શિવસેનાને ટાંકીને નિવેદન કરવામાં આવ્યું છે કે, આપણો દેશ બંધારણ દ્વારા સંચાલતો દેશ છે અને બંધારણ સમાનતાનાં સિદ્ધાંત પર આધારીત છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે રાજ્યસભામાં #સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ2019 માટે મત આપતી વખતે શિવસેના આને ધ્યાનમાં રાખશે.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દ્વારા આ વિઘાન એવા સમયે આવ્યું છે કે, જ્યારે શિવસેના દ્વારા બિલને લોકસભામાં ટેકો આપી દેવામાં આવ્યો ચે અને સ્પષ્ટા પર આધાર છે કે, રાજ્યસભામાં ટેકો આપવો કે કેમ. આપને જણાવી દઇએ કે આગાડી સરકાર માટે લોકોમાં પહેલેથી જ ચર્ચા હતી અને છે કે આ બે અલગ સિદ્ધાંતોવાળી પાર્ટીનો મેળાપ છે અને તે ક્યાં સુધી ચાલે તે જોવાની વાત છે. ત્યારે થોરાટની શિવસેનાને સલાહ છે કે,  સૈદ્ધાંતિક મતભેદ સપાટી પર આવવાનાં શરું થયા છે? તેનું સ્પષ્ટીકરણ નજીકના સમયમાં જોવા મળશે તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. કારણ કે  CAB પછી NRC બિલ પણ આવી જ રહ્યું છે ને……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.