ચંદ્ર પર ઉતરવાની દેશની આશાઓને અંતિમ ક્ષણોમાં મોટો ઝટકો લાગ્યો. શનિવારની જ્યારે આખો દેશ સફળ લેન્ડીંગની રાહમાં હતો. ત્યારે જ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર, વિજ્ઞાનીકોએ લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. ઇસરોના અધ્યક્ષ કે શિવાનને આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમના ડેટાની તપાસ કર્યા બાદ સંપૂર્ણ માહિતી મળશે. વિજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે, આશા હજી બાકી છે.
ઇસરોના મુખ્યાલયમાં ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાનિકોને સલામી આપીને પ્રોત્સાહિત કર્યા હતા. મોદીએ કહ્યું, ‘જીવનમાં ઉતાર-ચડાવતો આવે છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. તમારા લોકોની મહેનત પર દેશ ગર્વ અનુભવે છે. હું આપ સૌને અભિનંદન આપું છું. તમે લોકોએ વિજ્ઞાન અને માનવજાતની ઘણી સેવા કરી છે. આગળ પણ પ્રયાસો ચાલુ રહેશે. હું તમારી સાથે સંપૂર્ણ છું. “સર્વશ્રેષ્ઠ”

