બનાસકાંઠા/ પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

પાલનપુરમાં આરટીઓ સર્કલ બ્રિજના સ્લેબ તૂટવાના મામલે કંપનીના 7 ડિરેકટરો સહીત 4 એન્જિનીયરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 24T180924.890 પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

Banaskantha News: રવિવારે એક દુ:ખદ ઘટના બની હતી જ્યારે ગુજરાતના પાલનપુરમાં એક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક તબક્કો ગાંધીનગર આરએનબી વિભાગની ટેક્નિકલ ટીમે સર્વે કર્યો છે. તેમાં ક્વોલિટી કન્ટ્રોલના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેને આધારે રિપોર્ટ કરવામાં આવશે અને અન્ય આરોપીના નામ ઉમેરાય તેવી શક્યતા છે. હાલ પોલીસ આ ઘટના અંગેના પુરાવાઓ એકત્રિત કરી રહી છે. પુરાવા મળ્યા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આરોપી સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

બનાસકાંઠા-પાલનપુરના કલેક્ટર વરુણ બરનવલે સમજાવ્યું, “સંભવતઃ યાંત્રિક ખામીને કારણે પુલના ગર્ડર તૂટી પડ્યા હતા. પરિસ્થિતિનું ટેકનિકલ મૂલ્યાંકન કરવા ગાંધીનગરથી એક ટીમ પાલનપુર જઈ રહી છે. દુ:ખદ વાત એ છે કે, એક મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યો હતો.”

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. દુર્ઘટના સમયે રિક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. જેનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલવે ફાટક નજીક અંદાજીત 50 ફૂટ લાંબો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર સહિતના નેતાઓ અને અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ ત્યાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર