vadodarar/ વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

શહેરના જૂના પાદરા રોડ અક્ષર ચોકની આગળ જાણીતા યુનાઈટેડ વેના ગરબા થાય છે. મોડી સાંજે ખેલૈયાઓ ગરબા મેદાનમાં જવાની શરૂઆત કરી દેતા હોય છે.

Gujarat Vadodara

Vadodara News: વડોદરાના અક્ષર ચોક પાસે વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે ભાજપ યુવા પ્રમુખ રોષે ભરાઇ ગયા હતા અને એક વ્યક્તિ સાથે જાહેરમાં રસ્તા વચ્ચે મારામારી કરવા લાગ્યાં હતા. પાર્થ પુરોહિતે જાહેર રસ્તા પર એક વ્યક્તિ સાથે છૂટાહાથની મારામારી કરી હતી. ભાજપ યુવા પ્રમુખ પર પ્રત્યક્ષદર્શીએ દાદાગીરીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના જૂના પાદરા રોડ અક્ષર ચોકની આગળ જાણીતા યુનાઈટેડ વેના ગરબા થાય છે. મોડી સાંજે ખેલૈયાઓ ગરબા મેદાનમાં જવાની શરૂઆત કરી દેતા હોય છે. ગઈકાલે પણ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અક્ષર ચોક પાસે વાહનોની ખુબ ભીડ હતી. ત્યાં પાર્કિંગ અંગે શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત અને બાઈકચાલક મૌલિક વચ્ચે ઝઘડો થયો હતો.

આ નેતાને પાવર એટલો હતો કે રોકવા જતા પોલીસકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ભાજપ નેતાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરીને કહ્યું હતું કે, તમે વચ્ચે ના આવશો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવી રહ્યો છે. તેઓ પોલીસની હાજરીમાં જ યુવક સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે.

આ બનાવની મોડીરાત સુધી કોઈ પોલીસ ફરિયાદ નોધવામાં નોતી આવી. પરંતુ આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. આ સાથે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો.



આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન

આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો