અમરેલી/ રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો

વડીયાના તોરી ગ્રામપંચાયતના સરપંચ પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે રજૂઆત કરવા જતા સરપંચ પતિએ તેમના જ ગામના વ્યક્તિને લાકડી વડે માર મારી પહોંચાડી ગંભીર ઈજાઓ જોઈએ પહોંચાડી હતી.

Gujarat Others
Untitled 10 10 રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો

વડીયાના તોરી ગ્રામપંચાયતના સરપંચ પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે રજૂઆત કરવા જતા સરપંચ પતિએ તેમના જ ગામના વ્યક્તિને લાકડી વડે માર મારી પહોંચાડી ગંભીર ઈજાઓ જોઈએ પહોંચાડી હતી. વડિયાનું આ છે તોરી ગામ એ ગામની વસ્તી અંદાજીત 7 હજાર આસપાસની છે એ જ તોરી ગામના વ્યક્તિએ ગામમાં સફાઈ અને કચરો ઉપડાવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે સરપંચ પતિ પાસે ગયેલ અને રોજગારી માટેથી રજુઆત કરેલ જેમાં ગામના સરપંચ પતિ સાથે બોલાચાલી થતા સરપંચ પતિ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર માર્યો સને વ્યક્તિમે ગંભીર હાથના ભાગે ઇજાઓ પહોંચાડી જેની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોધાઇ છે અને એ વાતનો ચકચાર મચી ગયો છે.

ગામનો જ વ્યક્તિ સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક લેવા માટે ગ્રામ પંચાયત ના સરપંચ પતિ સાથે રજૂઆત કરતા મામલો મારામારી એ પહોંચ્યો હતો સરપંચના પતિ યોગેશ પાનસુરીયા દ્વારા લાકડી વડે સાથળ અને હાથના ભાગે માર મારતા હાથના ભાગે ફેક્ચર પહોંચાડ્યું હતું હાલ ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે.

નાનકડા એવા તોરી ગામના ગ્રામ પંચાયતના સરપંચ પતિએ તેમનાજ ગામના  વ્યક્તિને બોલાચાલી થતા લાકડી વડે માર મારતાં ગંભીર રીતે ઘાયલ કર્યો હતો હાલ તેમની સારવાર અમરેલી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે વડીયા પોલીસ મથકમાં સરપંચ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

આ ગામની મુલાકાતે પહોંચ્યાને એ ગામની ગ્રામપંચાયત થી લઈને ભોગબનનાર વ્યક્તિના સગાઓની મુલાકાત લીધી એ દરમ્યાન એમના કાકાએ જણાવ્યું કે મારો ભત્રીજો થાય છે બાજુમાજ રહે છે એમને માતાપિતા નથી એમને નાના નાના બાળકો છે એકતરફ તહેવારો આવી રહ્યા છે અને મંદી નો માહોલ છે મહેનત મજદૂરી મળતી નથી રોજગારી માટે સરપંચ પતિને રજુઆત કરી હતી જેમાં એમને માર મળ્યો એમને યોગ્ય ન્યાય મળે એવી આશા અને જર્જરિત ગ્રામપંચાયના મકાને તાળા મારેલ જોવા મળ્યા.તોરી ગામની વાત કરીએ તો પ્રથમ ગ્રામપંચાયત જર્જરિત હાલતમાં જણાઈ રહી છે રસ્તાઓ પર વહેતી ગટરોના ગંધાતા પાણી અને અવાર નવાર ગામમાં વિવાદો સર્જાયા હોવાના આક્ષેપ ત્યારે પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન પાસેજ જાણીએ.


whatsapp ad White Font big size 2 4 રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો


આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી