અમદાવાદ/ એસ.જી હાઈવે અને સિંધુભવન રોડ વિસ્તારમાંથી ડ્રગ્સ પેડલરોની ધરપકડ, તપાસમાં થયા મોટા ખુલાસા

આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાંચે 7 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Ahmedabad Gujarat
revi 3 5 એસ.જી હાઈવે અને સિંધુભવન રોડ વિસ્તારમાંથી ડ્રગ્સ પેડલરોની ધરપકડ, તપાસમાં થયા મોટા ખુલાસા

સમગ્ર રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીનાં સતત કિસ્સાઓ સામે આવતા તમામ એજન્સીઓ સતર્ક બની છે. તેવામાં અમદાવાદ શહેરમાં બોડકદેવ, એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર આવેલી ચાની કીટલીઓ અને પાનનાં ગલ્લા પર ડ્રગ્સનો કારોબાર કરતા બે ઈસમોની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાંચે 7 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. કઈ રીતે આરોપીઓ પોતાનાં ગ્રાહકો ચાની કીટલીએ અને પાન-મસાલાનાં ગલ્લા પર બનાવતા હતા આવો જોઈએ..

અમદાવાદ ક્રાઈમબ્રાંચે આ મામલે રવિ શર્મા અને અસીત પટેલ નામનાં ઈસમની ધરપકડ કરી છે. આ બન્ને ઈસમો અમદાવાદમાં ડ્રગ્સ પેડલર બનીને યુવાધનને બરબાદ કરવાનું કામ કરતા ઝડપાયા છે.  અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીનાં આધારે થલતેજમાં આરોહી એપાર્ટમેન્ટ ખાતેથી રવિ શર્મા નામનાં યુવકના ઘરમાં રેડ કરી 2.38 લાખની કિંમતનો 23.86 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી રવિ શર્મા અમદાવાદનાં એસ.જી હાઈવે પર આવેલી ચાની કિટલી તેમજ પાનનાં ગલ્લાં પર બેસતો અને ત્યાં આવતા માલેતુજાર યુવાનો સાથે મિત્રતા કરી નશાનાં બંધાણી કરી પૈસા કમાવતો હતો.

આરોપી રવિ શર્માની પુછપરછ કરતા સામે આવ્યો કે તે પોતે નશાનો બંધાણી છે અને તેણે આ ડ્રગ્સનો જથ્થો સોલા નજીક ત્રાગડમાં રહેતા અસીત પટેલ નામનાં શખ્સ પાસેથી ખરીદયો હતો.  જેથી ક્રાઈમબ્રાંચે અસીત પટેલનાં ત્યાં રેડ કરીને તેની ગાડીમાંથી 5 લાખની કિંમતનું 50 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ બન્ને આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે ફાર્મા કંપનીમાં કામ કરતા પંકજ પટેલ નામનાં યુવક પાસેથી આ એમ.ડી ડ્રગ્સ ખરીદતા હતા.  અને એક ગ્રામ ડ્રગ્સ 1500 રૂપિયામાં વેંચતા હતા.

આરોપીઓની સધન પુછપરછ કરતા સામે આવ્યું હતું કે રવિ શર્મા છેલ્લાં 3 થી 4 વર્ષથી ડ્રગ્સનો નશો કરે છે, જ્યારે અસીત પટેલ છેલ્લાં થોડા સમયથી નશાનાં કારોબાર સાથે જોડાયેલો છે. બન્ને થલતેજની એક ચાની કિટલી પર મળ્યા અને તે બાદ સાથે ડ્રગ્સને વેપાર કરવાનો શરૂ કર્યો.  ત્યારે આરોપીઓએ અત્યાર સુધીમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો કોને કોને વેચ્યો અને અન્ય કોણ ડ્રગ્સ પેડલર તેઓની સાથે સામેલ છે તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

તેરી મિટ્ટી મે મિલ જાવા / CDS બિપિન રાવત પંચમહાભૂતમાં વિલીન, પુત્રીએ આપી મુખાગ્નિ, 17 તોપોએ આપી સલામી 

National / અંતિમ સંસ્કાર બાદ જનરલ બિપિન રાવતની અસ્થિઓને આવતીકાલે લઈ જવાશે હરિદ્વાર

National / જેણે પણ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટના પર  શરમજનક ટ્વીટ કર્યા આવી બન્યું સમજો,  કર્ણાટક સરકાર ભરશે આવા પગલાં