Not Set/ સુરત પોલીસ કમિશનરે વધુ એક PI કે. કે. ઝાલાને કર્યા સસ્પેન્ડ  

અમદાવાદ: સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનથી ૩૫૦ મીટરના અંતરેથી વિજિલન્સની ટીમે રેડ પાડીને જુગારનો અડ્ડો પકડી પાડ્યો હતો. આ રેડમાં વિજિલન્સની ટીમે રૂ. ૪.૮૭ લાખની રોકડ રકમ, ૩૪ બાઈકો, એક કાર મળીને અંદાજે ૨૦ લાખના મુદ્દામાલ સાથે ૫૪ જુગારીઓને ઝડપી લીધા હતા. આ મામલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) કે. […]

Top Stories Gujarat Surat Trending
Surat Police Commissioner suspended one more PI

અમદાવાદ: સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનથી ૩૫૦ મીટરના અંતરેથી વિજિલન્સની ટીમે રેડ પાડીને જુગારનો અડ્ડો પકડી પાડ્યો હતો. આ રેડમાં વિજિલન્સની ટીમે રૂ. ૪.૮૭ લાખની રોકડ રકમ, ૩૪ બાઈકો, એક કાર મળીને અંદાજે ૨૦ લાખના મુદ્દામાલ સાથે ૫૪ જુગારીઓને ઝડપી લીધા હતા. આ મામલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) કે. કે. ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ સ્ટેશનથી માત્ર ૩૫૦ મીટરના અંતરેથી પકડાયું હતું જુગારધામ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના ચોકના ઐતિહાસિક કિલ્લાની પાછળના ભાગે દિવસ-રાત  ધમધમતા પ્રકાશ માછીના જુગારના અડ્ડા પર વિજિલન્સની ટીમે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન આ ધમધમતા જુગારધામના ચાલવા પાછળ અઠવા પોલીસની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા અઠવા પોલીસ મથકના પીઆઈ કે.કે.ઝાલાને ગુરૂવારે મોડીરાત્રે તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે બપોરે તાપી કિનારે પ્રકાશ માછીના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડાની કાર્યવાહી દરમિયાનમાં વિજિલન્સની ટીમે ૪.૮૭ લાખ રૂપિયાની રોકડ રકમ ઉપરાંત ૩૪ મોટરસાયકલ અને એક કાર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન વિજિલન્સની ટીમે જુગારના અડ્ડા પરથી હારજીતનો જુગાર રમી રહેલા ૫૪ જુગારીઓને પણ પકડી પાડ્યા હતા.

વિજિલન્સની ટીમના આ દરોડાએ સુરતના અઠવા પોલીસની પોલંપોલ ઉઘાડી પાડી દીધી હતી. અઠવા પોલીસ સ્ટેશનથી માત્ર ૩૫૦ મીટરના અંતરે અને ક્રાઈમબ્રાંચથી માત્ર ૪૮૭ મીટરના અંતરે આ જુગારધામ ધમધમતું હોવા છતાં ક્રાઈમબ્રાંચ કે અઠવા પોલીસને આ જુગારધામ ધ્યાને આવ્યું ન હતું.

પરંતુ ૩૫૦ કિ.મી. દૂર ગાંધીનગરની વિજિલન્સની ટીમને જાણ થઈ હતી અને તે છેક ગાંધીનગરથી રેડ કરવા માટે સુરત આવી પહોંચી હતી અને સફળ રેડ પણ પાડી હતી. આ ઘટનાના પગલે ઉર્ત પોલીસનું નાક કપાઈ ગયું હતું.

આથી સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે.ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ કમિશનર દ્વારા હાલ અઠવા પોલીસ મથકનો ચાર્જ પીસીબીના પીઆઈ આર.આર.ચૌધરીને સોંપવામાં આવ્યો છે.

 

ટૂંકા સમયમાં પાંચમાં પીઆઈ સસ્પેન્ડ થયા

સુરત પોલીસમાં ફરજ બજાવતા અથવા પોલીસ મથકના પીઆઈ કે. કે. ઝાલાને તેમના પોલીસ મથકની નજીકથી જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ કરીને ૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને ૫૪ જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં પીઆઈ કે. કે. ઝાલાની સાંઠગાંઠ હોવાનું ખૂલ્યું હતું. જેથી અઠવા પોલીસ મથકના પીઆઈ કે.કે. ઝાલાને પોલીસ કમિશનર સતીશ શર્માએ સસ્પેન્ડ કર્યા હતા.

જેના કારણે પીઆઈ ઝાલા ટૂંકા સમયમાં સસ્પેન્ડ થનારા પાંચમા પીઆઈ બન્યા છે. આ અગાઉ પીઆઈ એન.ડી. સોલંકી, પીઆઈ નકુમ, પીઆઈ કુબાવત અને પીઆઈ વી.કે. પટેલ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

આ અગાઉ સુરતના લિંબાયત પોલીસમથકના પીઆઈ એન.ડી. સોલંકી દ્વારા લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા એક યુવાનનું અપહરણ કરીને રૂપિયા દોઢ લાખની ખંડણી માંગ્યા બાદ તે યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ અપહરણ જેવી ગંભીર ઘટનામાં તેમણે ફરિયાદ નોંધી ન હતી. આથી પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પીઆઈ નકુમ બીઆરટીએસના ટ્રેકમાં પોતાની કાર ચલાવીને એક વ્યક્તિ સાથે માથાકૂટ કરતા હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પછી સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી આવ્યા હતા ત્યારે પીઆઈ કુબાવતનો બંદોબસ્ત હતો તેમ છતાં કેટલાક યુવાનોને આવીને કેન્દ્રીય મંત્રીને કાળો ખેસ પહેરાવી દીધો હતો. આં ઘટનાના કારણે પીઆઈ કુબાવતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જયારે કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી વિજીલન્સની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેના કારણે સ્થાનિક પોલીસ મથક કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ વી. કે. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.