Not Set/ UP તો છોડો દેશભરમાં મારાથી મોટો ગુંડો કોઇ નથી : ઓમ પ્રકાશ રાજભર

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર, જે હંમેશાં તેમના નિવેદનો વિશે ચર્ચામાં રહે છે, એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં મારાથી મોટો ગુંડો કોણ છે? આ સાથે તેમણે યુપીનાં માફિયા બ્રજેશ સિંહ અને મુખ્તાર અંસારીને તેમના દરબારી તરીકે વર્ણવ્યા. જણાવી દઈએ કે ઓમ પ્રકાશ રાજભરે […]

Top Stories India
Om Prakash Rajbhar a2 UP તો છોડો દેશભરમાં મારાથી મોટો ગુંડો કોઇ નથી : ઓમ પ્રકાશ રાજભર

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર, જે હંમેશાં તેમના નિવેદનો વિશે ચર્ચામાં રહે છે, એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં મારાથી મોટો ગુંડો કોણ છે? આ સાથે તેમણે યુપીનાં માફિયા બ્રજેશ સિંહ અને મુખ્તાર અંસારીને તેમના દરબારી તરીકે વર્ણવ્યા. જણાવી દઈએ કે ઓમ પ્રકાશ રાજભરે બુધવારે હરદોઈનાં ગાંધી ભવન પરિસરમાં આ વાત કરી હતી.

જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભાજપ કોંગ્રેસનાં પગલે ચાલે છે. લોકો સીબીઆઈ અને એસઆઈટીનો ડર બતાવી રહ્યા છે. ચિન્મયાનંદને બચાવવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આજે જે રીતે ડુંગળીનાં ભાવ વધી રહ્યા છે, ભાવ વધ્યા બાદ એક વખત એવો હતો કે ભાજપ સરકાર સત્તા ગુમાવી ચુકી છે. તેમણે ભાજપ પર વચન ખિલાફીનો પણ આરોપ લગાવ્યો હતો. યુ.એસ. માં ટ્રમ્પનાં નિવેદન પર પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, અમેરિકામાં ભારતીયો દ્વારા મત મેળવવા માટે આવા નિવેદનોનો કરવામાં આવી રહ્યા છે.

પાર્ટીએ વંચિત બહુજન સમાજનાં જીવન ધોરણને ઉંચુ લાવવા માટે અનેક કાર્ય યોજનાઓ તૈયાર કરી છે. જેમાં પ્રાથમિક શાળામાંથી તકનીકી શિક્ષણ લાગુ કરાવવુ, દરેક અનુસ્નાતક સુધી મફત અને ફરજીયાત શિક્ષણ લાગુ કરાવવુ, જિલ્લામાં સામાન્ય જાતિ, પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓને મફત આઇ.એ.એસ., આઇ.પી.એસ. કોચિંગની વ્યવસ્થા પ્રદાન કરાવવુ છે. આ ઉપરાંત પછાત જાતિનાં 27% આરક્ષણ ને 52% કરાવવું, દરેક મતદારને મહિને 5000 રૂપિયા મતદાર પેન્શન લાગુ કરાવવું, સામાજિક ન્યાય સમિતિનાં અહેવાલનો અમલ અને વૈશ્ય આયોગ અને વૈશ્ય સુરક્ષા દળની રચનાની માંગ કરાવવાનો સમાવશે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.