India-West indies test series/ ભારત-વિન્ડીઝ બીજી ટેસ્ટઃ કોહલી 500મી મેચને યાદગાર બનાવશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ આજે રમાશે. આ ટેસ્ટ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 100મી ટેસ્ટ માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

Top Stories Sports

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ આજે રમાશે. આ ટેસ્ટ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 100મી ટેસ્ટ માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ટેસ્ટ દ્વારા તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાશે. આ પહેલા ડોમિનિકામાં રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 141 રનથી જીત મેળવી હતી અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. હવે બંને વચ્ચે રમાઈ રહેલી 100મી ટેસ્ટ ખુબ જ રોમાંચક રહેશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચો રમાઈ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 99 ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારત કરતાં વધુ જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે 99 ટેસ્ટમાં 30 મેચ જીતી છે, જ્યારે ભારતીય ટીમ માત્ર 23 મેચ જીતવામાં સફળ રહી છે. જયારે બંને ટીમો વચ્ચે 46 ટેસ્ટ ડ્રો થઈ છે.

ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં 499 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ દ્વારા કોહલી આંતરરાષ્ટ્રીય કરિયરમાં 500 મેચ રમનાર 10મો ખેલાડી બની જશે. સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. તેમણે પોતાના કરિયરમાં કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સચીન તેંડુલકર ભારત તરફથી જ નહી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર એકમાત્ર ખેલાડી છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી રમાયેલી 499 મેચોની 558 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 53.48ની એવરેજથી 25461 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 75 સદી અને 131 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 254* રન છે. છેલ્લા 21 વર્ષમાં ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ સમયગાળામાં બંને ટીમો આ નવમી ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

ભારતે વિન્ડીઝ સામે છેલ્લી આઠ ટેસ્ટ સિરીઝ જીતી

ખાસ વાત એ છે કે છેલ્લી આઠ ટેસ્ટ સિરીઝ પર ટીમ ઈન્ડિયાનો કબજો છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ 1-0થી આગળ છે અને ગુરુવારે ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે આ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતવા આગળ વધશે. કોઈપણ રીતે, આ ટેસ્ટ ખાસ છે. બંને ટીમો વચ્ચે આ સોમી ટેસ્ટ મેચ હશે. રોહિત શર્માને આશા છે કે વેસ્ટ ઈન્ડિઝ તેને આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં લડત આપશે. સાથે જ ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં ફેરફારની આશા ઓછી છે. પ્રથમ ટેસ્ટમાં સસ્તામાં આઉટ થયેલા અજિંક્ય રહાણે આ ટેસ્ટમાં રનની અપેક્ષા રાખશે.

ડોમિનિકા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર એલિક અથાનેજ જ ચાલી શક્યો હતો. તેણે પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 47 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી મોટો પડકાર ભારતીય સ્પિન જોડી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો સામનો કરવાનો રહેશે. અશ્વિને ડોમિનિકામાં 12 વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ સાથે આઠમી વખત અનિલ કુંબલેની બરાબરી કરી.

 

આ પણ વાંચોઃ Saurashtra-Heavyrain/ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધડબડાટી, માણાવદર, જૂનાગઢ પાણીથી તરબોળ

આ પણ વાંચોઃ Iskon Accident-Compensation/ ઇસ્કોન અકસ્માતમાં મરનારાને ચાર-ચાર લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

આ પણ વાંચોઃ Kanwar Yatra Japan/ જાપાનમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, શિવભક્તોએ 82 KM લાંબી કાવડ યાત્રા નીકાળી

આ પણ વાંચોઃ Mangrol-Heavyrain/ માંગરોળ બેટ બન્યુઃ છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, રાજ્યમાં વીજળી પડવાથી ત્રણના મોત

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/ પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની