Ahmedabad News/ અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક નકલી હોસ્પિટલ પકડાઈ

: અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારે બોગસ ડોક્ટરની બીજી એક નકલી હોસ્પિટલ પકડી પાડી સીલ કરી સખ્ત કાર્યવાહી હાથ ધરી છે……….

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારે બોગસ ડોક્ટરની બીજી એક નકલી હોસ્પિટલ પકડી પાડી સીલ કરી સખ્ત કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો સીલસીલો ચાલુ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ CDHO એ અનન્યા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. સખ્ત કાર્યવાહી કરાતા સાધનો લઈ ડોક્ટર સહિતના આરોપી ફરાર થઈ ગયા છે.‌

અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો તો જોયા હતા, પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડોક્ટર આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્યમાં બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોમાં ફકરાટ વ્યાપી ગયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ

આ પણ વાંચો: ભાવનગરમાં SGST એ 100થી વધુ પેઢી વિરૂદ્ધ રિકવરીની પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: મેડિકલ કોલેજોમાં એક ઝાટકે 80 ટકાનો ફી વધારો