Not Set/ ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડીયા, ધર્મેશભાઈ બુટાણી, રૂષભરાજસિંહ પરમાર તેમજ જયસુખભાઈ વઘાસિયા સહિતના કોંગ્રેસીઓ દ્વારા અત્રેના જેલ ચોક ખાતે સિમેન્ટ રોડ માં મોટા ભુવા પડી ગયા હોય “વિકાસ બેસી ગયો” હોવાના બોર્ડ બેનર લગાવી તેના માથે ફૂલહાર ચડાવી પાલિકા તંત્રને આડેહાથ લેવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
gondal congress 3 ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

જેતપુર રોડ ઉપર જેલ ચોક ખાતે મોટા ભુવા પડી જતા વાહનચાલકો પરેશાન

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગોંડલમાં વધુમાં વધુ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા હોવાની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે ત્યારે પાંચથી સાત ઇંચ સામાન્ય વરસાદમાં શહેરના મોટાભાગના રાજમાર્ગોપર ભૂવાઓ પડી ગયા હોય પાલિકાના કામોની પોલ છતી થઇ જતા કોંગ્રેસ દ્વારા જેલ ચોક ખાતે ‘વિકાસ બેસી ગયો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

gondal congress 2 ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડીયા, ધર્મેશભાઈ બુટાણી, રૂષભરાજસિંહ પરમાર તેમજ જયસુખભાઈ વઘાસિયા સહિતના કોંગ્રેસીઓ દ્વારા અત્રેના જેલ ચોક ખાતે સિમેન્ટ રોડ માં મોટા ભુવા પડી ગયા હોય “વિકાસ બેસી ગયો” હોવાના બોર્ડ બેનર લગાવી તેના માથે ફૂલહાર ચડાવી પાલિકા તંત્રને આડેહાથ લેવામાં આવ્યું હતું.

godal congress ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ

આ તકે યતિષભાઈ દેસાઈએ વેધક આક્ષેપો કર્યા હતા કે પાલિકા તંત્ર દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે વાસ્તવમાં પાલિકા તંત્રએ કેવું કામ કર્યું છે તે નરી આંખે દેખાઈ રહ્યું છે તેમ છતાં પણ પ્રજાના માથે ભૂગર્ભ ગટર સહિતના વેરાના કોરડા વીંઝવામાં આવી રહ્યા છે અને પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે.

majboor str 14 ગોંડલ ન.પા.ના રોડ-રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખૂલી જતાં કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ