Not Set/ વડોદરા: ભાઈને કિડનીની જરૂર હોવાને કારણે ભાઈએ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો  

  વડોદરા, 23 જુન 2018. વડોદરામાં એક કાળજું કંપાવે તેવી ઘટના ઘટી છે. આ ઘટના સંભાળીને આપ નિશ્ચિતપણે દંગ જ રહી જશો. વડોદરાનાં એક 19 વર્ષીય વિદ્યાર્થીએ (નૈતિક ટંડેલ) ફાંસો ખાઇ આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુબજ વાત એમ છે કે વડોદરાના બાબરીયા કોલેજમાં એન્જીનીયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના મોટા […]

Top Stories Gujarat Vadodara
615423a1 0f9d 4000 ae55 576dd1244a15 વડોદરા: ભાઈને કિડનીની જરૂર હોવાને કારણે ભાઈએ આપઘાત કરી જીવ ટૂંકાવ્યો  

 

વડોદરા,

23 જુન 2018.

વડોદરામાં એક કાળજું કંપાવે તેવી ઘટના ઘટી છે. આ ઘટના સંભાળીને આપ નિશ્ચિતપણે દંગ જ રહી જશો.

વડોદરાનાં એક 19 વર્ષીય વિદ્યાર્થીએ (નૈતિક ટંડેલ) ફાંસો ખાઇ આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુબજ વાત એમ છે કે વડોદરાના બાબરીયા કોલેજમાં એન્જીનીયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના મોટા ભાઈને કિડનીની જરૂર હોવાના કારણે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે.

આપણે જણાવી દઈએ કે કોલેજની હોસ્ટેલમાં જ આ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાન થતા તેની તપાસમાં વિદ્યાર્થીના મૃતદેહ સાથે એક સુસાઈડનોટ મળ્યું હતુ. સુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ મોટા ભાઈને ભાઇને સાજા થવા માટે આપઘાત કર્યા હોવાનો ઉલ્લેખ છે.

વાત એમ છે કે નૈતિકનો મોટો ભાઇ કિડનીની બીમારીથી પીડાઇ રહ્યો છે. પોતાનાં મોટા ભાઇને કિડની મળે તે માટે નૈતીકે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. જાહેર છે કે મૃતક નૈતિકનો મોટોભાઇ કિડનીની બીમારીથી પીડાવાના કારણે ડાયાલીસીસ પર છે. આ બબાતની સુચના સુસાઈડ નોટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં અઆવી છે.

હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલે શંકાસ્પદ બાબતો પર પોલીસે વધું તપાસ હાથ ધરી છે.