Not Set/ ઈવીએમની સમસ્યાને લીધે રાતના 10 વાગ્યા સુધી વોટિંંગ કરવાની મંજૂરી

આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે.આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી લડી રહ્યા છે. તો તેમની સામે કોંગ્રેસના સૌથી અમીર […]

Gujarat
77da706c5c2e8e20e846c323045549d6 ઈવીએમની સમસ્યાને લીધે રાતના 10 વાગ્યા સુધી વોટિંંગ કરવાની મંજૂરી

આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે.આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી લડી રહ્યા છે. તો તેમની સામે કોંગ્રેસના સૌથી અમીર ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લડી રહ્યા છે. તો
કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે.

તો ઈવીએમની સમસ્યાઓ આવી હતી તેને લઈને ચૂંટણી પંચ જ્યાં સમસ્યા થઈ છે ત્યાં રાતના 10 વાગ્યા સુધી વોટિંગ કરવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે શરત પણ રાખી છે જ્યાં મતદાનનો સમય પૂરો થયા પછી પણ મત આપવા લાઈનો હશે ત્યાં રાત્રે 10 વાગ્યા સુધી મતદાન કરવા દેવામાં આવશે.

પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવશે. 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં અમરેલી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપથી દિલીપ સંઘાણી, ભાવનગર પશ્ચિમ પર ભાજપના જીતુ વાઘાણી સામે કોંગ્રેસથી દાનસંગ મોરી, રાજકોટ પશ્ચિમ ભાજપ પર વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ તો પોરબંદરની સીટ પર કેબિનેટમંત્રી બાબુ બોખિરિયા સામે કોંગ્રેસના માજી પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડી રહ્યા છે.