ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહનો પરિવાર વસ્ત્રાપુર પાસેના એક જાણીતા એપાર્ટમેન્ટમા રહે છે. તેમના દાદા સંતોખસિંહ બુમરાહ (ઉ.વ. 84) ઉત્તરાખંડમાં રહે છે અને તેમની એક દીકરી પણ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પૌત્રને મળવા માટે સંતોખસિંહ બુમરાહ અમદાવાદ આવ્યા હતા તેઓ ગઇકાલે બપોરે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ગુમ થઇ ગયા હોવાની જાણ કરતી અરજી તેમની દીકરી રંજીદ કૌરે કરી છે.જસપ્રિત બુમરાહના દાદા તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ ગઈકાલે તેઓ ગાયબ થઇ ગયા હોવાની જાણ કરતી અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઇ છે. તો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે આ અંગેની જાણવાજોગ નોંધ કરીને સંતોખસિંહને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ તેઓ પૌત્રને મળવા જતા ગઈકાલે ગૂમ થયા હતા.પિતાની ગૂમ થયાની અરજી દીકરીએ વસ્ત્રાલ પોલીસમાં કરી છે.84 વર્ષના સંતોખસિંહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કિચ્છામાં આવાસ વિકાસ કોલોનીમાં ભાડાના મકાનમાં રહે છે.પિતાના મોત બાદ જસપ્રિત અને તેની માતા દલજીત પારિવારીક કારણોને કારણે પોતાના દાદાથી અલગ થઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ ક્યારેય તેમને મળ્યા નથી.દીકરાના મોતથી તેમને મોટો આઘાત લાગ્યો અને તેમની ફેક્ટરીઓ પણ આર્થિક સંકટમાં ઘેરાઇ હતી.બેંકોનું દેવું ચુકવવા માટે તેમણે તેને વેચી દેવી પડી હતી.જસપ્રિતના કાકા વિકલાંગ છે અને દાદીનું 2010માં મોત થઇ ચુક્યું છે.
Not Set/
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહના દાદા અમદાવાદથી થયા ગુમ
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહનો પરિવાર વસ્ત્રાપુર પાસેના એક જાણીતા એપાર્ટમેન્ટમા રહે છે. તેમના દાદા સંતોખસિંહ બુમરાહ (ઉ.વ. 84) ઉત્તરાખંડમાં રહે છે અને તેમની એક દીકરી પણ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પૌત્રને મળવા માટે સંતોખસિંહ બુમરાહ અમદાવાદ આવ્યા હતા તેઓ ગઇકાલે બપોરે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ગુમ થઇ ગયા હોવાની જાણ કરતી અરજી તેમની દીકરી રંજીદ […]
